ખેડાઃ શાળામાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી 25 વિદ્યાર્થિની એકસાથે બીમાર, કારણ અકબંધ
File Photo |
Gujarat News: ગુજરાતના ખેડામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં શાળામાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી 25 વિદ્યાર્થિનીઓ એકસાથે બીમાર પડી હતી. તમામ વિદ્યાર્થિનીઓને એકસાથે જ ઝાડા-ઉલટી અને ગભરામણ જેવી સમસ્યા થઈ હતી. ઘટનાની જાણ થતા શાળા દ્વારા તાત્કાલિક વિદ્યાર્થિનીઓને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
આ પણ વાંચોઃ જૂનાગઢના માંગરોળમાં જર્જરિત મકાન ધરાશાયી, દાદા-પૌત્રનું કરૂણ મોત
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, ખેડામાં માતર રોડ પર વારૂખાસ ખાતે જ્ઞાનશક્તિ સ્કૂલ આવી છે. આ શાળામાં ગુરૂવારે (4 સપ્ટેમ્બર) ધોરણ 6માં અભ્યાસ કરતી 25 વિદ્યાર્થિનીઓ એકસાથે બીમારી પડી ગઈ હતી. આ તમામ વિદ્યાર્થિનીઓને એકસાથે જ ઝાડા-ઉલટી અને ગભરામણ જેવી સમસ્યા થવા લાગી હતી. જોકે, ઘટનાની જાણ થતા શાળાના સ્ટાફ દ્વારા તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને 3 જેટલી એમ્બ્યુલન્સમાં તમામ વિદ્યાર્થિનીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી.
આ પણ વાંચોઃ મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં જ પ્રજાજનોનું અસ્વાગત, દૂર-દૂરથી આવતા લોકોને માત્ર ધક્કા
વિદ્યાર્થિનીઓ સારવાર હેઠળ
હાલ, બાળકીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તમામના વાલીને માહિતી આપવામાં આવી છે. જોકે, આ ઘટના કેમ બની અને તમામ વિદ્યાર્થિનીઓ એકસાથે બીમાર કેવી રીતે પડી તે વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. વિદ્યાર્થિનીઓની સારવાર દરમિયાન આ મુદ્દે તપાસ કરવામાં આવશે. જોકે, પ્રાથમિક દ્રષ્ટિએ ફૂડ પોઇઝનિંગના કારણે આવી ઘટના બની હોય શકવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.