ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, 20થી વધુ જિલ્લામાં યલો-ઓરેન્જ એલર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Rain Forecast: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિભારે વરસાદી માહોલ છે. તેવામાં હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરી છે. હવામાન અનુસાર, 1 ઓગસ્ટથી રાજ્યમાં ફરી વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે.
27 જુલાઈની આગાહી
રાજ્યમાં આગામી 27 જુલાઈએ વાવ થરાદ, પાટણ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ત્યારાબાદ 28-29 જુલાઈ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
30 જુલાઈની આગાહી
30 જુલાઈએ દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદનું જોર જોવા મળશે. જેમાં છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.
31 જુલાઈએ રાજ્યના 20 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
ઓરેન્જ એલર્ટ: દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર.
યલો એલર્ટ: અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, બોટાદ, આણંદ, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ.
1 ઓગસ્ટથી વરસાદનું જોર વધશે
રાજ્યમાં આગામી 1 ઓગસ્ટથી વરસાદનું ફરી જોર વધતું જોવા મળે છે. જેમાં 24 જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે.
ઓરેન્જ એલર્ટ: ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરા, આણંદ, ભરૂચ, નર્મદા.
યલો એલર્ટ: અમદાવાદ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ.
12 કલાકમાં 92 તાલુકામાં વરસાદ નોંધાયો
26 જુલાઈએ સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 92 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 3.23 ઇંચ વરસાદ નોંધાયો છે.
જુઓ ક્યાં-કેટલો વરસાદ











