ગુજરાતમાં હજુ 48 કલાક 'ભારે'! 10થી વધુ જિલ્લાઓમાં ઓરેન્જ-યલો એલર્ટ, જાણો IMDની નવી આગાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Rain Forecast : ગુજરાતમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ભારેથી અતિભારે વરસાદી માહોલ સક્રિય છે. જેની સૌથી વધુ અસર દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી છે. જેમાં વલસાડ, નવસારી સહિતના વિસ્તારોમાં પૂરની સ્થિતિથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. તેવામાં 25 જુલાઈએ સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 200થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે. બીજી તરફ, હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં આગામી 26-27 જુલાઈએ ભારે વરસાદની આગાહી છે. આ પછી રાજ્યમાં વરસાદનું જોર થોડું ઘટતું જોવા મળી રહ્યું છે. ચાલો જાણીએ આગામી 6 દિવસ રાજ્યમાં કેવું રહેશે હવામાન.

ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગના ત્રણ કલાકના નાવકાસ્ટ મુજબ, 25 જુલાઈએ સાંજે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં ગુજરાતભરમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગ મુજબ, રાજ્યમાં આગામી 26-27 જુલાઈએ સૌરાષ્ટ્ર, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાત સહિતના 10થી વધુ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ પછી રાજ્યમાં 30-31 જુલાઈ દરમિયાન ફક્ત દક્ષિણ-મઘ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે 28થી 29 જુલાઈ દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
26 જુલાઈની આગાહી
ઓરેન્જ એલર્ટ: વાવ થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, મહેસાણા, ભાવનગર.
યલો એલર્ટ: અમદાવાદ, પાટણ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, વડોદરા, આણંદ, ભરૂચ, બોટાદ, અમરેલી, સુરત, નવસારી, વલસાડ.
27 જુલાઈની આગાહી
યલો એલર્ટ: પંચમહાલ, વડોદરા, ભરૂચ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા.
30 જુલાઈની આગાહી
યલો એલર્ટ: છોટા ઉદેપુર, નર્મદા, તાપી.
31 જુલાઈની આગાહી
ઓરેન્જ એલર્ટ: નર્મદા, છોટા ઉદેપુર.
યલો એલર્ટ: તાપી, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર.















