Get The App

બનાસકાંઠાના સુઈગામમાં 8 કલાકમાં 8 ઈંચ વરસાદ, નદીઓ બની ગાંડીતૂર, જાણો ક્યાં કેટલી મેઘમહેર

Updated: Sep 7th, 2025

GS TEAM

Google News
Google News
બનાસકાંઠાના સુઈગામમાં 8 કલાકમાં 8 ઈંચ વરસાદ, નદીઓ બની ગાંડીતૂર, જાણો ક્યાં કેટલી મેઘમહેર 1 - image


Gujarat Rain Update: ગુજરાતમાં શનિવારે (6 સપ્ટેમ્બર)થી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. અનેક રસ્તાઓ બેટમાં ફેરવાઇ ગયા છે. વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા આજે સવાર 6 વાગ્યાથી 2 વાગ્યા સુધીના વરસાદની માહિતી આપવામાં આવી છે.



બનાસકાંઠાના સુઈગામમાં 8 કલાકમાં 8 ઈંચ વરસાદ, નદીઓ બની ગાંડીતૂર, જાણો ક્યાં કેટલી મેઘમહેર 2 - image

અમદાવાદમાં લગભગ તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વેજલપુર, જુહાપુરા, સરખેજ, મેઘાણીનગર, વટવા, મણિનગર, જશોદાનગર, એસ.જી.હાઈવે, બોપલ વગેરે વિસ્તારોમાં વરસાદે જોરદાર બેટિંગ કરી છે. ત્યારે છેલ્લા સવારના 6 વાગ્યાથી 2 વાગ્યા સુધીના સમગ્ર ગુજરાતના વરસાદી આંકડાની વાત કરીએ તો સૌથી વધુ બનાસકાંઠાના સુઇગામમાં 8.27 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. 

બનાસકાંઠાના સુઈગામમાં 8 કલાકમાં 8 ઈંચ વરસાદ, નદીઓ બની ગાંડીતૂર, જાણો ક્યાં કેટલી મેઘમહેર 3 - image

8 કલાકમાં 8.27 ઈંચથી વધુનો વરસાદ

હવામાન વિભાગના આંકડા અનુસાર, બનાસકાંઠા, ગાંધીનગર અને વલસાડમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. છેલ્લાં 8 કલાકમાં 211 તાલુકામાં વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના સુઇગામમાં 8 કલાકમાં 8.27 ઈંચ વરસાદ ખાબક્યો છે. વલસાડ જિલ્લાના વલસાડ શહેર, કપરાડા, બનાસકાંઠાના વાવ, તાપીના ડોલવણ, ગાંધીનગરના દહેગામમાં ત્રણ-ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. અમદાવાદમાં પણ અનેક વિસ્તારોમાં બેથી ત્રણ ઈંચ જેટલો વરસાદ હવામાન વિભાગના અનુસાર નોંધાયો છે. 

બનાસકાંઠાના સુઈગામમાં 8 કલાકમાં 8 ઈંચ વરસાદ, નદીઓ બની ગાંડીતૂર, જાણો ક્યાં કેટલી મેઘમહેર 4 - image

આ પણ વાંચોઃ કચ્છના અંજારમાં બે માસૂમ બાળકોના પાણીના ટાંકામાં ડૂબી જવાથી કરુણ મોત

આ પણ વાંચોઃ ભારતમાલા પ્રોજેક્ટમાં રાજનેતા અને જમીન દલાલોને બખ્ખાં, ખેડૂતોને ઠેંગો, વળતરમાં ભેદભાવ

7-8 સપ્ટેમ્બરની હવામાન વિભાગની આગાહી

7 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા જિલ્લામાં રેડ ઍલર્ટ, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીનગર, અરવલ્લી જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. 

તેમજ દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, પોરબંદર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

જ્યારે 8 સપ્ટેમ્બરથી વરસાદનું જોર ઘટતું જોવા મળે છે. જેમાં આ દિવસે કચ્છ, પાટણ, બનાસકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. 

Tags :