Get The App

કચ્છના અંજારમાં બે માસૂમ બાળકોના પાણીના ટાંકામાં ડૂબી જવાથી કરુણ મોત

Updated: Sep 7th, 2025

GS TEAM

Google News
Google News

કચ્છના અંજારમાં બે માસૂમ બાળકોના પાણીના ટાંકામાં ડૂબી જવાથી કરુણ મોત 1 - image

Kutch News: કચ્છ જિલ્લાના અંજારમાં એક અત્યંત કરુણ ઘટનામાં બે માસૂમ સગા ભાઈઓનું પાણીના ખુલ્લા ટાંકામાં ડૂબી જવાથી મોત થયું છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને અરેરાટી ફેલાવી દીધી છે. આ દુર્ઘટના અંજારની કર્મચારી કોલોનીમાં બની હતી. 

બાળકોના મૃતદેહ પાણીના ટાંકામાંથી મળ્યા

મળતી માહિતી અનુસાર, મૂળ બિહારના શ્રમિક બિટ્ટુ તિવારીના 6 વર્ષના પુત્ર અંકુશ અને 7 વર્ષના પુત્ર અભિનંદન ઘરની નજીક રમી રહ્યા હતા. રમતા-રમતા તેઓ એક નવા બની રહેલા મકાનની બાજુમાં આવેલા ખુલ્લા પાણીના ટાંકા પાસે પહોંચી ગયા અને અકસ્માતે તેમાં પડી ગયા. બાળકો લાંબા સમય સુધી ન દેખાતા પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. ભયભીત થયેલા પરિવારજનોએ આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરી. અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ એ.આર. ગોહિલ અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ દરમિયાન બંને બાળકોના મૃતદેહ પાણીના ટાંકામાંથી મળી આવ્યા હતા.

કચ્છના અંજારમાં બે માસૂમ બાળકોના પાણીના ટાંકામાં ડૂબી જવાથી કરુણ મોત 2 - image

આ પણ વાંચો: અમદાવાદમાં ધોધમાર વરસાદ, સાબરમતી ભયજનક સપાટીની નજીક, રિવરફ્રન્ટ પાણીમાં ગરકાવ

બાળકોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાંના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાએ પરિવાર પર આભ તૂટી પડ્યો છે. આસપાસના લોકોમાં પણ ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે અને આ ઘટનાથી બધા સ્તબ્ધ થઈ ગયા છે. આ કરુણ ઘટનાથી ખુલ્લા પાણીના ટાંકા અને ખાડાઓથી બાળકોની સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

Tags :