Get The App

ગુજરાત સરકારનો નિર્ણયઃ વન વિભાગના અધિકારીઓને સોંપાયો વધારાનો ચાર્જ, જાણો કોને કઈ જવાબદારી

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાત સરકારનો નિર્ણયઃ વન વિભાગના અધિકારીઓને સોંપાયો વધારાનો ચાર્જ, જાણો કોને કઈ જવાબદારી 1 - image


Forest Officials Get Additional Charges: ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા મંગળવારે (15મી જુલાઈ)  નવા આદેશ બહાર પાડવામાં આવ્યા છે. જેમાં વિવિધ અધિકારીઓને તત્કાલ અસરથી વધારાના ચાર્જ સોંપવામાં આવ્યા છે. કુલ નવ અધિકારીઓને વધારાના ચાર્જ સોંપવામાં આવ્યા છે, જે આગામી આદેશ સુધી સોંપાયેલા જે-તે ચાર્જ સંભાળશે. 

આ પણ વાંચોઃ નર્મદાના માંડણ ગામે થાર કાર પાણીમાં ગરકાવ: પ્રવાસીઓની બેદરકારીથી મોટી દુર્ઘટના ટળી

ગુજરાત સરકારનો નિર્ણયઃ વન વિભાગના અધિકારીઓને સોંપાયો વધારાનો ચાર્જ, જાણો કોને કઈ જવાબદારી 2 - image

ગુજરાત સરકારનો નિર્ણયઃ વન વિભાગના અધિકારીઓને સોંપાયો વધારાનો ચાર્જ, જાણો કોને કઈ જવાબદારી 3 - image

કોને કઈ જવાબદારીઓ સોંપવામાં આવી? 

  1. જી. રમના મૂર્તિ, IFS (GJ-RR-1997), અધિક મુખ્ય વન સંરક્ષક, નાણાકીય વ્યવસ્થાપન અને આયોજન, ગાંધીનગર. આગામી આદેશ સુધી SSNL, ગાંધીનગરના અધિક મુખ્ય વન સંરક્ષક પદનો વધારાનો હવાલો સંભાળશે.
  2. ડૉ. કે. શશિકુમાર, આઇએફએસ (જીજે-આરઆર-2005) - પ્રોજેક્ટ ડિરેક્ટર, PMU-PERG, ગાંધીનગર. તેમને હવે વાયલ્ડ લાઇફના મુખ્ય વન સંરક્ષક, ગાંધીનગર તરીકે વધારાનો ચાર્જ મળ્યો છે.
  3. ડૉ. અંશુમન શર્મા, આઇએફએસ (જીજે-આરઆર-2008) - વડોદરા સર્કલના વન સંરક્ષક. તેમને હવે કેવડિયા વન્યજીવન સર્કલના વન સંરક્ષક તરીકે વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે.
  4. ડૉ. ટી. કરુપ્પસામી, આઇએફએસ (જીજે-આરઆર-2009) - સોશિયલ ફોરેસ્ટ્રી, ગાંધીનગરના વન સંરક્ષક. તેમને હવે ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ, ગાંધીનગરના સભ્ય સચિવ તરીકે વધારાનો ચાર્જ સોંપાયો છે.
  5. વિકાસ યાદવ, આઇએફએસ (જીજે-આરઆર-2021) - ડેપ્યુટી વન સંરક્ષક, ગીર (ઈસ્ટ) વિભાગ, ધારી. તેમને હવે ટાસ્ક ફોર્સ, જૂનાગઢના ડેપ્યુટી વન સંરક્ષક તરીકે વધારાનો ચાર્જ આપાયો છે.
  6. શ્રેયસ કુમાર ડી. પટેલ, જીએફએસ - ડેપ્યુટી વન સંરક્ષક, જમીન, ગાંધીનગર. તેમને હવે ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડના ડેપ્યુટી વન સંરક્ષક તરીકે વધારાનો ચાર્જ મળ્યો છે.
  7. રવિરાજ સિંહ વી. રાઠોડ, જીએફએસ - ડેપ્યુટી વન સંરક્ષક, ગાંધીનગર વિભાગ. તેમને હવે એસએસએનએલના ડેપ્યુટી વન સંરક્ષક, ગાંધીનગર તરીકે વધારાનો ચાર્જ મળ્યો છે.
  8. નમ્રતા ડી. ઇટાલિયન, જીએફએસ - ડેપ્યુટી વન સંરક્ષક, પ્રોજેક્ટ, પ્લાનિંગ, મોનિટરિંગ એન્ડ ઇવાલ્યુએશન (PPME), ગાંધીનગર. તેમને હવે (1) મોનિટરિંગ, ગાંધીનગર અને (2) મોનિટરિંગ એન્ડ ઇવાલ્યુએશન, ગાંધીનગરના ડેપ્યુટી વન સંરક્ષક તરીકે વધારાનો ચાર્જ મળ્યો છે.
  9. વિષ્ણુકુમાર એમ. દેસાઈ, જીએફએસ - ડેપ્યુટી વન સંરક્ષક, વિજિલન્સ, ગાંધીનગર. તેમને હવે જીઈઈઆર ફાઉન્ડેશન, ગાંધીનગરના ડેપ્યુટી ડિરેક્ટર (એન્વાયરનમેન્ટ એજ્યુકેશન) તરીકે વધારાનો ચાર્જ મળ્યો છે.

આ પણ વાંચોઃ જામનગરમાં સરકારી હોસ્પિટલમાં આડેધડ પાર્કિંગને કારણે 4 એમ્બ્યુલન્સ ફસાઈ, દર્દીઓને ભારે હાલાકી

આ તમામ નિયુક્તિઓ તત્કાલ અસરથી અમલમાં આવી છે અને આગળના આદેશ સુધી યથાવત્ રહેશે. આ આદેશ રાજ્યપાલના નામે અને આદેશથી બહાર પાડવામાં આવ્યો છે.

Tags :