Get The App

જામનગરમાં સરકારી હોસ્પિટલમાં આડેધડ પાર્કિંગને કારણે 4 એમ્બ્યુલન્સ ફસાઈ, દર્દીઓને ભારે હાલાકી

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરમાં સરકારી હોસ્પિટલમાં આડેધડ પાર્કિંગને કારણે 4 એમ્બ્યુલન્સ ફસાઈ, દર્દીઓને ભારે હાલાકી 1 - image


Jamnagar Government hospital Parking issue:  જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના પાર્કિંગમાં મંગળવારે બપોરે 12 વાગ્યે એકાએક ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. લગભગ  20 થી 25 મિનિટ સુધી ટ્રાફિક જામ રહેવાના કારણે એક સાથે ચાર એમ્બ્યુલન્સ ફસાઈ જવા પામી હતી. જી.જી. હોસ્પિટલના પરિસરમાં જુના બિલ્ડિંગમાંથી નવા બિલ્ડિંગમાં વોર્ડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાથી દાંડિયા હનુમાન મંદિર સામેના પ્રવેશ દ્વારથી તમામ વાહનો પ્રવેશ કરતા હોય છે, જેના કારણે ત્યાં ભારે ટ્રાફિકની સમસ્યા પ્રતિદિન સર્જાય છે.

આ પણ વાંચો: શિક્ષણ મંત્રીએ સુરતની જે શાળાનું ઉદ્ઘાટન કર્યું એમાં જ કૌભાંડ, એક ગાર્ડ મૂકી ત્રણનો પગાર લીધાનો દાવો

લોકો આડેધડ વાહનો પાર્ક કરતા હોવાથી સર્જાય છે ટ્રાફિક

આ ઉપરાંત અહીં કેટલાક કાર ચાલકો, રીક્ષા ચાલકો વગેરે આડેધડ પોતાના વાહનો પાર્ક કરવામાં આવતાં  હોવાથી આ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. મંગળવારે બપોરે 12 વાગ્યાની આસપાસ અહીં ચક્કાજામ થઈ જતાં એક પછી એક કુલ ચાર એમ્બ્યુલન્સ દર્દીને લઈને સારવાર માટે જી.જી. હોસ્પિટલ પરિસરમાં પ્રવેશી રહી હતી, પરંતુ તેને આવવા માટેનો કોઈ રસ્તો જ નહોતો.

આ પણ વાંચો: જામનગર પાલિકા દ્વારા આયોજિત શ્રાવણી મેળાનો નકશો જારી કરાયો : 43 નાના-મોટા પ્લોટ બનાવાયા

અંદાજે 20 થી 25 મિનિટ બાદ રસ્તો ખુલ્લો થયો

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી આવી પરિસ્થિતિ હોવા છતાં હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ સહિતના તમામ ગાયબ થઈ ગયા છે. જેથી ટ્રાફિક ઓછો કરાવવા માટે અહીં કોઈ ન હોવાથી ના છુટકે કેટલાક નાગરિકોએ પોતાના વાહનો છોડીને રસ્તો ક્લિયર કરાવવા માટેની મથામણ કરવી પડી હતી. અંદાજે 20 થી 25 મિનિટ બાદ રસ્તો ખુલ્લો થયો હતો, અને એક પછી એક એમ્બ્યુલન્સ અને વોર્ડ સુધી પહોંચાડવામાં આવી હતી.

Tags :