Get The App

ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણયઃ હવે ડિજિટલ સહીવાળા જન્મ-મરણ પ્રમાણપત્ર પણ માન્ય ગણાશે

Updated: Oct 29th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણયઃ હવે ડિજિટલ સહીવાળા જન્મ-મરણ પ્રમાણપત્ર પણ માન્ય ગણાશે 1 - image


Digital Sing Validation: ગુજરાત સરકારે રાજ્યની તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી તમામ પ્રકારની સત્તાવાર કાર્યવાહી માટે ડિજિટલ હસ્તાક્ષર (Digital Signature)વાળા જન્મ અને મરણના પ્રમાણપત્રોને ફરજિયાતપણે માન્ય ગણવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ અંગેનો પરિપત્ર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ AMC ચૂંટણી: OBC બેઠકો 19થી વધીને 52 જ્યારે સામાન્ય 76થી ઘટીને 59 થશે, મૂરતિયાઓમાં થનગનાટ

રાજ્યમાં એકસૂત્રતા જળવાશે

આરોગ્ય અને તબીબી સેવા વિભાગના પરિપત્ર મુજબ, આ નિર્ણય દેશભરમાં એકસૂત્રતા, પ્રમાણિકતા અને ચકાસણીની સરળતા સુનિશ્ચિત કરવા માટે લેવાયો છે. હાલમાં જન્મ અને મરણની તમામ નોંધણી કેન્દ્ર સરકારના સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (CRS) પોર્ટલ દ્વારા કરવામાં આવે છે. રાજ્યમાં 1 સપ્ટેમ્બર, 2025થી આ પ્રક્રિયા રાજ્યના E-ઓળખ ઍપ્લિકેશનમાંથી CRS પોર્ટલ પર તબદીલ કરવામાં આવી છે.

ડિજિટલ સહી: 

CRS પોર્ટલ દ્વારા જનરેટ થતાં જન્મ અને મરણના પ્રમાણપત્રોમાં સંબંધિત રજિસ્ટ્રાર અથવા સબ-રજિસ્ટ્રારની ડિજિટલ સહી હોય છે, જે તેમની વિશ્વસનીયતા સાબિત કરે છે.

આ પણ વાંચોઃ SIRના કારણે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પાછી ઠેલાશે! જાણો શંકાસ્પદ મતદારો મુદ્દે ક્યારે સ્પષ્ટ થશે ચિત્ર

આ પ્રમાણપત્રો નાગરિકોને ઓટોમેટિક ઈમેલ દ્વારા મોકલી આપવામાં આવે છે અથવા તેઓ રજિસ્ટ્રારની કચેરીમાંથી સીધા મેળવી શકે છે. આ નિર્ણયના પગલે હવે આવા પ્રમાણપત્રો રાજ્યના તમામ સરકારી વિભાગોમાં સ્વીકાર્ય બનશે. આ પહેલ 'ડિજિટલ ગુજરાત'ના લક્ષ્યને મજબૂત કરવા તરફનું એક નક્કર પગલું છે.

Tags :