ગુજરાતમાં પાટીદાર નેતાઓ સામે થયેલા રાજદ્રોહ કેસને પરત ખેંચવાની સરકારની દરખાસ્તને મંજૂરી

Sedition Case : પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રાજદ્રોહના કેસો અંગે મોટી રાહતના સમાચાર આવ્યા છે. હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથીરિયા, ચિરાક પટેલ અને કેતન પટેલ સહિતના આંદોલનકારીઓ પર થયેલા રાજદ્રોહ કેસને પરત ખેંચવાની સરકારની દરખાસ્તને મંજૂરી મળી છે.
10 વર્ષ પહેલા રાજ્યમાં પાટીદાર આંદોલન થયું હતું. ત્યારે તે સમયે ગુજરાત રાજ્યના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી હતી. આ આંદોલનના પડઘા હાઇકમાન્ડ સુધી જોવા મળ્યા હતા. તે સમયે રાજ્ય સરકારે અનામત આંદોલન સાથે જોડાયેલા કેટલાક પાટીદાર નેતાઓ સામે રાજદ્રોહ સહિતના કેસો દાખલ કર્યા હતા. જેને હવે ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા પરત ખેંચવામાં આવ્યા છે.

