ગુજરાતના યુવાનોને નસેડી બનાવતા 'કોડિન'નો કાળો કારોબાર, સ્કૂટર-રિક્ષામાં મોકલીને રસ્તા પર છૂટક વેચાણ

Codeine Cough Syrup: સૂકી ખાંસીની દવા તરીકે બનાવવામાં આવેલી કોડિન યુવાનોને નશો કરાવતી હોવાથી આજકાલ કેમિસ્ટની દુકાનને બદલે સ્કૂટરની ડિકીમાં રાખીને કે પછી રિક્ષામાં સંતાડી રાખીને તેનો વેપાર કરવામાં આવી રહ્યો છે. બીજું, ફાર્મા કંપનીઓના નામે રજિસ્ટ્રેશન કરાવ્યા વિના જ કેમિકલનું ઉત્પાદન કરતી કંપનીઓ કોડિનનું ઉત્પાદન કરીને ગેરકાયદે સપ્લાય ચેઈનના માધ્યમથી દવા બજારમાં વગર બિલ અને વગર પ્રિસ્ક્રિપ્શને વેચી રહ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કેચરીએ કેમિસ્ટો પર ગાળીયો કસ્યો હોવાથી કોડિનના સપ્લાયર્સ સ્કૂટરમાં લઈને કે રિક્ષામાં મોકલીને રસ્તા પર છૂટક વેચાણ કરતી થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. કોડિન શિડયૂલ એચની દવા હોવાથી પ્રિસ્ક્રિપ્શન વિના તેનું વેચાણ કરવું ગેરકાયદે ગણાય છે. તેને બદલે ગુજરાતમાં વગર બિલે તેનો વેપાર રસ્તા પર થઈ રહ્યો છે. પરિણામે તેમના લાઈસન્સ સસ્પેન્ડ કરવા ઉપરાંત લાઈસન્સ રદ કરી દેવાના કિસ્સાઓ પણ બની રહ્યા છે. ગુજરાતના ભરૂચ અને ખંભાતમાંથી આ પ્રકારના કેસો વધ્યાં છે.
પાનના ગલ્લા પર વગર બિલે કોડિનનું વેચાણ
દિલ્હીમાં સોમવારે મળેલી ડ્રગ ઓથોરિટીની બેઠકમાં આ મુદ્દે ચર્ચા પણ થઈ હતી. ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિસનરે આ હકીકત નેશનલ લેવેલે આપી હતી. કોડિનનો વગર બિલે કે પ્રિસ્ક્રિપ્શન વિના વેપાર કરનારા કેમિસ્ટોને કારણદર્શક નોટિસ આપવા ઉપરાંત લાઈસન્સ રદ કરવાના પગલાં લેવાતા હોવાથી કેમિસ્ટો તેના વેપારથી દૂર ભાગી રહ્યા છે. તેની સામે આ બજારનો ભરપૂર ફાયદો લેવા માટે કેટલાક સમાજ વિરોધી તત્વો સ્કૂટરની ડિકીમાં સંતાડીને કે રિક્ષામાં સંતાડીને તેનો વેપાર કરી રહ્યા છે. કોડિન લેનાર તેનો બંધાણી બની જાય છે. બંધાણી બની ગયા પછી તે મેળવવા માટે ગમે તેટલો ખર્ચ કરતો થઈ જાય છે.
ગરીબોની વસ્તી કે સ્લમ એરિયા ધરાવતા વિસ્તારમાં કોડિનનો ગેરકાયદે વેપાર
ગુજરાતના કેમિકલના ઉત્પદક ઉપરાંત ઉત્તર ભારતના રાજ્યમાંથી તેનો સપ્લાય ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં જાય છે. કોડિન અફીણમાંથી અલગ તારવેલું દ્રવ્ય છે. આ કોડિન સતત લેવામાં આવે તો તેનો નસેડી બની જાય છે. તેને લાભ લેવા માટે જ કોડિનનો ગેરકાયદે વેપાર કરનારાઓ ગેરકાયદે સપ્લાય ચેઈન ઊભી કરીને તનો વેપાર કરી રહ્યા છે. બીજું ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરી કોડિનનો ગેરકાયદે વેપાર કરનારને પકડે તો તેને આકરી સજા કરવાની સત્તા તેમના હાથમાં નથી. તેને બદલે એનડીપીએસ એક્ટરની જોગવાઈ હેઠળ તેમની સામે કેસ કરવામાં આવે તો આકરી સજા થઈ શકે છે.
પેઈન કીલર ટ્રેમાડોલનો પણ ગેરકાયદે વેપાર
પેઈનકીલર તરીકે વપરાતી ટ્રેમાડોલનો પણ ગેરકાયદે વપાર વધી ગયો છે. સામાન્ય રીતે 25 કે 30 એમજીની ટ્રેમાડોલ બનાવવામાં આવે છે. પરંતુ કેટલાક ઉત્પાદકોએ 200 થી 250 એમજીની ટેબ્લેટ બનાવીને તેનો વેપાર કરવામાં આવી રહ્યો છે. ઊંચા પાવરને ટેબ્લેટ બનાવીને બહારના દેશોમાં નિકાસ કરવામાં આવતી હોવાથી તેની સામે વિરોધનો વંટોળ ઊઠ્યો છે.

