ગુજરાત પોલીસ સેવામાં ફરજ બજાવતા 11 IPS અધિકારીઓ માટે રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય
Gujarat IPS Officers: વર્ષ 2005 પહેલા ભરતી થયેલા રાજ્યના 10 પ્રમોટી IPS અધિકારીઓને સરકારે જુની પેન્શન યોજનાનો લાભ મંજૂર કરવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ સેવામાં ફરજ બજાવતા 11 ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારીઓ માટે રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. નાણાં વિભાગના આદેશ મુજબ આ અધિકારીઓને તેમની નોકરીની શરૂઆતનાં વર્ષોને ધ્યાનમાં લઈ જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં AAPમાં ડખાં, દંડક પદેથી ઉમેશ મકવાણાનું રાજીનામું પણ ધારાસભ્ય પદ અંગે અસમંજસ
પરિણામ અને નિમણૂકના આધારે કરાશે મૂલ્યાંકન
અધિકારીઓની નિયુક્તિ 2005ની આસપાસ ગુજરાત જાહેર સેવા આયોગની ભરતી પ્રક્રિયા દ્વારા કરવામાં આવી હતી. તત્કાલિન સમયમાં જાહેર થયેલા પરિણામ અને નિમણૂકના આધારે આ અધિકારીઓની નોકરીનું મૂલ્યાંકન કરીને તેમને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે.
સરકારી જાહેરનામાં અનુસાર, આ નિર્ણય પગાર અને હિસાબની કચેરી, ગાંધીનગર દ્વારા અધિકારીઓની સર્વિસ બુકમાં નોંધાવવામાં આવશે.
આ પણ વાંચોઃ વડોદરા-કરજણ વચ્ચેનો હાઈવે ત્રાસદાયક બન્યો, 12 કિલોમીટરનો ચક્કાજામ, તંત્ર પર ફિટકાર
જૂની પેન્શન યોજનામાં સામેલ થયેલા અધિકારીઓ:
- આર.પી. બારોટ (IPS - ગુજ 2011), અડિશનલ પોલીસ કમિશનર, ઝોન-5, સુરત શહેર
- આર.ટી. સુશા (IPS – ગુજ 2011), નાયબ મહાનિરીક્ષક, મરીન ટાસ્ક ફોર્સ, હઝીરા, સુરત
- શ્રીમતી સુધા પાંડે (IPS – ગુજ 2011), નાયબ મહાનિરીક્ષક, આરક્ષદળ – ગ્રુપ 13, રાજકોટ
- શ્રીમતી સુજાતા મઝુમદાર (IPS – ગુજ 2011), સંયુક્ત નિયામક, પોલીસ અકાદમી, કરાઈ
- એસ.વી. પરમાર (IPS – ગુજ 2012), નાયબ કમિશનર, ઝોન-1, રાજકોટ શહેર
- એસ.જે. ચાવડા (IPS – ગુજ 2013), પોલીસ અધિક્ષક, ભરૂચ
- શ્રીમતી ઉષા રાડા (IPS – ગુજ 2013), જેલ અધિક્ષક, વડોદરા
- શ્રી એસ.આર. ઓડેડરા (IPS – ગુજ 2014), પોલીસ અધિક્ષક, જુનાગઢ
- સુશ્રી એન.આર. પટેલ (IPS – ગુજ - 2015), સેનાપતિ, મેટ્રો સુરક્ષા-1, અમદાવાદ
- જે. એ પટેલ (IPS ગુંજ), પોલીસ અધિક્ષક, એસ.સી.આર.બી., ગાંધીનગર