શહેરોના નવા રોડ હવે ડામર નહીં પણ RCCના જ બનાવાશે, ગુજરાત સરકારનું બ્રહ્મજ્ઞાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Government RCC Road Decision: અમદાવાદ શહેરમાં નવા નિર્માણ થનારા દરેક રીઈન્ફોર્સ્ડ સીમેન્ટ કોન્ક્રિટ(RCC)ના જ બનાવવા માટે સરકાર દ્વારા તાકીદ કરવામાં આવી છે. જાણકારોના મતે, સારી ડિઝાઈન અને જાળવણી હોય તો RCC રોડનું આયુષ્ય 20 વર્ષથી વધુ, જ્યારે ડામરના રોડનું આયુષ્ય 10 વર્ષનું આસપાસ હોય છે.
સ્વચ્છતા નહીં રાખે તેવી મહાનગરપાલિકા અને નગરપાલિકાની ગ્રાન્ટ બંધ કરાશે
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 17 મહાનગરપાલિકાઓને 2992 કરોડ અને 152 નગરપાલિકાઓને 858 કરોડની રકમ વિકાસ કામો માટે આપી હતી. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગત મંગળવારે(11 ઓગસ્ટ) ગાંધીનગર ખાતે 17 મહાનગરપાલિકાઓને 2992 કરોડ અને 152 નગરપાલિકાઓને 858 કરોડની રકમ વિકાસ કામ માટે ફાળવાઈ હતી.
આ પ્રસંગે મનપા અને નગરપાલિકાના હોદ્દેદારો-અધિકારીઓને ગુણવત્તા ધરાવતું કામ કરવા અને જે કામ કરવામાં આવે તે આયોજનબદ્ધ હોય તેવી તાકીદ કરવામાં આવી હતી. આ ઉપરાંત મહાનગરપાલિકા અને નગરપાલિકામાં સ્વચ્છતા નહીં હોય તો ગ્રાન્ટ બંધ કરી દેવાની પણ ચીમકી અપાઈ હતી. નવા કામોના આયોજન સાથે જૂના અને પૂર્ણ થયેલા કામોની સ્થિતિની પણ કાળજી લેવાય. એટલું જ નહીં, જેટલાં કામો થાય તે ગુણવત્તાયુક્ત થાય તે માટે પદાધિકારીઓ-અધિકારીઓ કામોની સાઈટ વિઝીટ સાથે મળીને કરે તેમ સરકારે ઉમેર્યું છે.
કઈ મ્યુનિ. કોર્પો.ને કેટલી ગ્રાન્ટ ફાળવાઈ?
મ્યુનિસિપલ કોર્પોરેશન | ગ્રાન્ટ |
અમદાવાદ | 870 કરોડ |
વડોદરા | 285 કરોડ |
રાજકોટ | 232 કરોડ |
ભાવનગર | 105 કરોડ |
જામનગર | 105 કરોડ |
જૂનાગઢ | 65 કરોડ |
ગાંધીધામ | 65 કરોડ |
સરકાર બદલી અને ડામર રોડની ગુણવત્તા બગડી!
ગુજરાતના ડામર રોડ એક સમયે આખા દેશમાં વખણાતા હતા. પરંતુ સરકાર બદલી તેમ ડામર રોડની ગુણવત્તા બગડી અને રસ્તા તૂટવા માંડ્યાં! હકીકતમાં રસ્તા તૂટવા માટે ડામર જવાબદાર નથી, પરંતુ કમલમ્ થઈને આવતી ફાઈલો કારણભૂત છે. લાંચ અને ભ્રષ્ટાચારનું પ્રમાણ એટલું વધ્યું છે કે, આજની સરકાર જેને મજબૂત ગણાવે છે, તેવા RCCના રોડ તૂટી રહ્યા હોવાના પણ અનેક કિસ્સા લોકોની નજર સામે છે.









