ગુજરાત આવતા વિદેશી પ્રવાસીઓમાં એક વર્ષમાં 25%નો ઘટાડો, દેશમાં ચોથા સ્થાને રહ્યું
Gujarat Tourism: વર્ષ 2024 દરમિયાન 22,74,477 વિદેશી પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી છે. એક વર્ષમાં સૌથી વધુ વિદેશી પ્રવાસીઓ નોંધાયા હોય તેવા રાજ્યમાં ગુજરાત ચોથા સ્થાને છે.
વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો
ગુજરાતમાં વર્ષ 2023માં 28.06 લાખ વિદેશી પ્રવાસીઓ નોંધાયા હતા. આમ, વર્ષ 2024 કરતાં વર્ષ 2023માં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2024માં સૌથી વધુ વિદેશી પ્રવાસીઓ નોંધાયા હોય તેવા રાજ્યોમાં મહારાષ્ટ્ર 37.05 લાખ સાથે મોખરે છે, જ્યારે પશ્ચિમ બંગાળ 31.24 લાખ સાથે બીજા સ્થાને છે.
આ પણ વાંચોઃ ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટઃ જાણો આજે રાજ્યભરમાં કેવું રહેશે વરસાદી વાતાવરણ
ગુજરાતમાં મોટાભાગના પ્રવાસીઓ વિદેશી
જાણકારોના મતે, ગુજરાત આવતા મોટાભાગના વિદેશી મુલાકાતીઓ એનઆરઆઈ હોય છે. વર્ષ 2024માં ગુજરાતમાં ઘરઆંગણાના પ્રવાસીઓ 18.40 કરોડ નોંધાયા, છે જેની સંખ્યા 2023માં 17.80 કરોડ હતી. ઘરઆંગણાના સૌથી વધુ પ્રવાસીઓ હોય તેવા રાજ્યોમાં કર્ણાટક 30.45 કરોડ સાથે મોખરે છે.
આ પણ વાંચોઃ ચોટીલાના ખેરડી ગામે જુગારની ક્લબ પર લીંબડી ડીવાયએસપીનો દરોડો
કયા રાજ્યમાં સૌથી વધુ વિદેશી પ્રવાસીઓ?