ચોટીલાના ખેરડી ગામે જુગારની ક્લબ પર લીંબડી ડીવાયએસપીનો દરોડો
જુગારની ક્લબનો સંચાલક સહિત બે શખ્સ ફરાર
26 જુગારી રોકડ રૃા.૪.૦૫ લાખ, કાર-બાઈક સહિત રૃા.૧૪.૨૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ઃ સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ વાડીમાં મોટાપાયે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનીક પોલીસને અંધારામાં રાખી લીંબડી ડીવાયએસપી સ્કોવડની ટીમે ચોટીલા તાલુકામાં પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યાન બાતમીના આધારે ચોટીલા તાલુકાના કાળાસર ગામની સીમમાં આવેલ વાડીમાં આવેલ ઓરડીમાં ચાલતા જુગારધામ પર રેઈડ કરી હતી.
ચોટીલાના ખેરડી ગામે જુગારની ક્લબ પર લીંબડી ડીવાયએસપીની સ્ક્વોડે દરોડો પાડી ૨૬ જુગારીને રોકડ રૃા.૪.૦૫ લાખ, કાર-બાઈક સહિત રૃા.૧૪.૨૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. સ્થાનિક પોલીસની હદમાં જુગારની ક્લબ ચાલતી હોવા છતાં કાર્યવાહી ન કરતા કામગીરી સામે સવાલો ઉભા થયા છે.
લીંબડી ડીવાયએસપીની સ્ક્વોડે ચોટીલા તાલુકાના ખેરડી ગામે વાડીની ઓરડીમાં દરોડો પાડી જુગારની ક્લબ ઝડપી પાડી હતી. દરોડા દરમિયાન જુગાર રમતા (૧) ચંદુભાઈ લાખાભાઈ ગાબુ રહે.કાળાસર (૨) મુકુંદરાય રતીલાલ પારેખ રહે.રાજકોટ (૩) મથુરભાઈ ઉકાભાઈ શેખ, રહે.કાળાસર (૪) સુનીલભાઈ મહિપતભાઈ કંબોયા રહે.ચોટીલા (૫) અતુલભાઈ કિશોરભાઈ ચુડાસમા રહે.રાજકોટ (૬) દિલીપભાઈ ઉર્ફે શીરાભાઈ ચંદુભાઈ જસાણી રહે.બાબરા જી.અમરેલી (૭) રાહુલભાઈ ચીમનભાઈ ચૌહાણ રહે.ચોટીલા (૮) ભગવાનભાઈ કરશનભાઈ ચૌહાણ રહે.રાજકોટ (૯) વિક્રમભાઈ ઉર્ફે નાગરાજભાઈ દિલુભાઈ અસ્વાર રહે.ઢુવા તા.વાંકાનેર (૧૦) કૌશીકભાઈ હરજીવનભાઈ પટેલ રહે.મોરબી (૧૧) મનસુખભાઈ રતીલાલભાઈ પટેલ રહે.મોરબી (૧૨) ચતુરભાઈ ગણેશભાઈ પટેલ રહે.રાજકોટ (૧૩) અશોકભાઈ કાનજીભાઈ પટેલ રહે.સરધાર જી.રાજકોટ (૧૪) ભરતભાઈ ઉર્ફે ઉકો મનસુખભાઈ અધારા રહે.ચોટીલા (૧૫) હકાભાઈ ગાંડાભાઈ કોળી રહે.કમળાપુર, રાજકોટ (૧૬) રાજેશભાઈ મુળજીભાઈ ભાડુકીયા રહે.સરધાર, રાજકોટ (૧૭) વિશાલભાઈ હરસુખભાઈ રાવળદેવ રહે.વિરપુર તા.જેતપુર (૧૮) શ્યામભાઈ ભરતભાઈ રાવળદેવ રહે.જામનગર (૧૯) વિનુભાઈ સુખાભાઈ ધરજીયા રહે.વેજલકા તા.ચુડા (૨૦) ચંદુભાઈ દિપાભાઈ કાલીયા રહે.રહે.વેજલકા તા.ચુડા (૨૧) શંકરભાઈ કાળુભાઈ ધોળકીયા રહે.મીણાપુર તા.ચુડા (૨૨) અશોકભાઈ વાલજીભાઈ સોરઠીયા રહે.રાજકોટ (૨૩) સોયબભાઈ સુભાષભાઈ લોલાડીયા રહે.મોરબી (૨૪) સોકતભાઈ અયુબભાઈ મોવર રહે.મોરબી (૨૫) ઈસ્માઈલભાઈ જીવાભાઈ વકાલીયા રહે.મોરબી અને (૨૬) દિપકભાઈ ચમનભાઈ રાવળદેવ રહે.ચોટીલાને રોકડ રૃા.૪.૫૦ લાખ, બે કાર કિંમત રૃા.૮.૫૦ લાખ, એક બાઈક કિંમત રૃા.૧૫,૦૦૦, મોબાઈલ નંગ-૨૮ કિંમત રૃા.૧,૦૫,૦૦૦, બે પંખા કિંમત રૃા.૬,૦૦૦, ગાદલા, પાણીના જગ સહિત કુલ રૃા.૧૪.૨૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીાધ હતા.
દરોડા દરમિયાન વાસુભાઈ કુવરીયા લુહાણા (રહે.રાજકોટ) અને ગણેશભાઈ દેવાભાઈ ઢોરાળીયા (રહે.કાળાસર) હાજર મળી આવ્યા નહોતા. આથી તમામ ૨૮ શખ્સો સામે ચોટીલા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથરી છે. પ્રાથમિક તપાસમાં હાજર મળી ન આવેલા ગણેશભાઈ ધોરાળીયાની વાડીના મકાનમાં ચંદુભાઈ લાખાભાઈ ગાબુ બહારથી માણસો બોલાવી જુગાર રમાડી નાણા ઉઘરાવતા હોવાનું સામે આવ્યું હતું. સ્થાનીક પોલીસની હદમાં આટલો મોટો જુગારધામ ચાલતો હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં અંતે લીંબડી ડીવાયએસપી સ્કવોડની ટીમે રેઈડ કરી હતી.