Gujarat

ગુજરાતને ઠંડી લાગી: તાપમાનમાં સતત ઘટાડો, ગાંધીનગરમાં 14 સે.

By GS TEAM
8 Nov 20251 min read
ગુજરાતને ઠંડી લાગી: તાપમાનમાં સતત ઘટાડો, ગાંધીનગરમાં 14 સે.

નલિયા કરતા અમદાવાદમાં 14.7એ વધુ ઠંડી : રાજકોટ, વડોદરા, સુરત, અમરેલીમાં 16સે.: સવારે એ.સી. પંખા બંધ કરવા પડયા

રાજકોટ, : હવામાનમાં વિક્ષોભનું પ્રમાણ ઘટી જતા શિયાળાનો પ્રારંભિક તબક્કો સ્થિર થવા લાગ્યો છે અને આજે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં તાપમાનમાં ઘટાડાનો ક્રમ જારી રહ્યો હતો અને સૌથી નીચું તાપમાન ગાંધીનગરમાં ૧૪ સે. નોંધાયું છે. અન્યત્ર પારો 16, 17 સે.એટલે કે એરકન્ડીશન્ડમાં તાપમાન સેટ થાય તેનાથી નીચે રહેતા સવારે-રાત્રે લોકો ગરમ વસ્ત્રોમાં જોવા મળ્યા હતા. 

સૌરાષ્ટ્રમાં અમરેલી 16, રાજકોટમાં 2 સે.વધુ ઘટાડા સાથે 16.4 સુરેન્દ્રનગર, મહુવા અને કેશોદમાં 17.5 સે. સાથે ઓખા,દ્વારકા,વેરાવળને બાદ કરતા સર્વત્ર પારો ગગડતા ઠંડી અનુભવાઈ હતી અને સવારે પંખા,એ.સી.બંધ કરવાની ફરજ પડી હતી. કચ્છના નલિયા (15.4) કરતા આજે અમદાવાદમાં (14.7 સે.) ઠંડી વધુ રહી હતી અને ડીસા 15.8, વલ્લભવિદ્યાનગર 17 સે. સાથે સમગ્ર ઉત્તર ગુજરાતમાં તેમજ વડોદરા 15.6, સુરત 18.6 સાથે દક્ષિણ ગુજરાતમાં અને કંડલા 15.5 અને ભૂજ 19