Gujarat

112 ઈમરજન્સી સેવાની ખામીઓ સામે આવતા સમીક્ષા બેઠક, બંધ વાહનો તાત્કાલિક રિપેર કરવા અને ઝડપી સહાય આપવા આદેશ

By GS Team
18 Aug 20261 min read
TukuTouch Logo
અમદાવાદ: ગુજરાતમાં મેડિકલ, પોલીસ સહિતની ઇમરજન્સી માટે 112 હેલ્પલાઇન શરૂ થઈ છે. જોકે, કેટલાક સ્થળોએ વાહનોની અછત અને સમયસર ન પહોંચવાના પ્રશ્નો ઉઠ્યા હતા. આથી, DGPએ મંગળવારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે 112 સેવા માટે પૂરતા વાહનો અને ડ્રાઇવરો ઉપલબ્ધ કરાવવા અને બંધ વાહનોને તાત્કાલિક રિપેર કરવા સૂચના આપી, જેથી નાગરિકોને ઝડપી સહાય મળે.

Summarized by AI; it may make mistakes. Check important info

112 ઈમરજન્સી સેવાની ખામીઓ સામે આવતા સમીક્ષા બેઠક, બંધ વાહનો તાત્કાલિક રિપેર કરવા અને ઝડપી સહાય આપવા આદેશ

Gujarat 112 Helpline: સમગ્ર ગુજરાતમાં હવે મેડિકલ, પોલીસ કે અન્ય ઈમરજન્સી સેવાઓ માટે 112 ટોલ-ફ્રી નંબર શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ, કેટલાક કિસ્સાઓમાં રિસ્પોન્સ ટાઈમ નિયમ મુજબ ન હોવાની વિગતો સામે આવી હતી. જેને ધ્યાનમાં રાખીને રાજ્યના પોલીસ વડાએ મંગળવારે તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજીને 112 ઈમરજન્સી સેવા સંદર્ભે જરૂરી સૂચનાઓ આપી હતી.

ગુજરાતમાં 112 ઈમરજન્સી સેવા શરૂ થયા બાદ કેટલાક શહેરોમાં વાહનોની ઉપલબ્ધતા અને રિસ્પોન્સ ટાઈમને લઈને પ્રશ્નો ઊભા થયા હતા. ખાસ કરીને કેટલાક વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં વાહનો ઉપલબ્ધ નહોતા, તો વળી કેટલીક જગ્યાએ 112 ઈમરજન્સી વાન સમયસર પહોંચી શકી નહોતી. આવી ગંભીર બાબતો ધ્યાને આવતા ડીજીપી જી. એસ. મલિકે મંગળવારે રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડા, પોલીસ કમિશનરો અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

ઈમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ (ERSS) 112ની કામગીરીની સમીક્ષા દરમિયાન પોલીસ વાહનો અને ડ્રાઈવરોની પૂરતી સંખ્યા સુનિશ્ચિત કરવા તેમજ ઓફ-રોડ (બંધ) પડેલા વાહનોનું તાત્કાલિક રિપેરિંગ કરાવવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. નાગરિકોને સમયસર અને ઝડપી પોલીસ સહાય મળી રહે તે માટે વાહનોનો રિસ્પોન્સ ટાઈમ શક્ય તેટલો ઘટાડવા અને તેની સતત મોનિટરિંગ કરવા ખાસ તાકીદ કરવામાં આવી હતી.