Get The App

ગુજરાતની તમામ જિલ્લા અદાલતમાં A4 સાઈઝનો પેપર ફરજિયાત, ફૉન્ટ અને માર્જિનનો પણ નિયમો બદલાયો

Updated: Nov 1st, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતની તમામ જિલ્લા અદાલતમાં A4 સાઈઝનો પેપર ફરજિયાત, ફૉન્ટ અને માર્જિનનો પણ નિયમો બદલાયો 1 - image


Gujarat High Court: ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક પરિપત્ર જાહેર કરી હવેથી રાજયની તમામ જિલ્લા અદાલતો-કોર્ટોમાં તમામ પ્રકારની પિટિશન, એફિડેવીટ, એપ્લીકેશન, ઓર્ડર, જજમેન્ટ વગેરે એ-4 સાઇઝના પેપર પર જ દાખલ કરવાના રહેશે. રાજયની તમામ જિલ્લા અદાલતો માટે લાગુ પાડવામાં આવેલ આ નિયમની અમલવારી પહેલી જાન્યુઆરી, 2026થી કરવી પડશે.

એ-4 સાઇઝના પેપર સાથે આ બાબતોનું પણ રાખવું પડશે ધ્યાન 

પરિપત્રમાં ચોક્કસ એ-4  સાઇઝના પેપરના ઉપયોગની સાથે સાથે તેની કવોલિટી, ગુજરાતી ફોન્ટ, અંગ્રેજી ફોન્ટ, લાઇન સ્પેસિંગ સહિતની બાબતોનો પણ ખાસ ઉલ્લેખ કરાયો છે. તેથી તેની આ નિયમાનુસાર અમલવારી કરવાની રહેશે. 

આ પણ વાંચોઃ પૂર્વ કચ્છના 177 ગામોમાં લાગ્યા બે હજારથી વધુ સીસીટીવી : હજુ 1200 કેમેરા લાગશે

પેપરની વિગત જોઈએ તો, એ-4 સાઇઝ (29.7 સે.મી x 21 સે.મી), ક્વોલિટી ઓછામાં ઓછી 15 જીએસએમ પ્રકારની હોવી જોઈશે, બંને બાજુ પ્રિન્ટીંગ શક્ય રહેશે, ગુજરાતી ફોન્ટ એલએમજી અરૂણ - ટેરાફોન્ટ અરૂણ (ફોન્ટ સાઇઝ 16), લાઈન સ્પેસિંગ 1.5 (કવોટેશન અને ઇન્ડેન્ટ માટે), ઉપરાંત ડાબે-જમણે ચાર સે.મીનું અને ઉપર નીચે 2 સે.મીનું માર્જિન રાખવાનું રહેશે. ગુજરાત રાજયની તમામ જિલ્લા અદાલતોમાં એ-4 સાઇઝના પેપર સહિતની ઉપરોકત નિયમો અને નિર્દેશોની પહેલી જાન્યુઆરી, 2026થી અમલવારી કરવાની રહેશે.

આ પણ વાંચોઃ કપડવંજના ટાઉન હોલ ખાતે રાષ્ટ્રધ્વજ વગર સ્તંભ શોભાના ગાંઠિયા સમાન

કોર્ટના પરિપત્ર બાદ બદલાયો નિયમ

નીચલી કોર્ટમાં અત્યાર સુધી લીગલ સાઈઝ, એ-4 સાઇઝ સિવાયની મોટી સાઇઝમાં પણ ફાઇલિંગ થતું હતું. પિટિશનની મુખ્ય કોપી લેજર પેપર પર થતી હતી. કોઈપણ અરજી કે, ફરિયાદ તથા સોગંદનામા કોઈપણ સાઇઝમાં ફાઇલ થઈ શકતા હતા. જો કે, હવે હાઇકોર્ટના પરિપત્રના કારણે એ-4 સાઇઝ પેપર, ફોન્ટ, માર્જિન, લાઇન સ્પેસિગ સહિતની તમામ બાબતોમાં ચોકસાઈ, બારીકાઈ અને એકસમાનતા જળવાશે. ગુજરાત હાઇકોર્ટના આ નવા નિર્ણયને લઈ રાજયની નીચલી અદાલતોમાં વકીલો-પક્ષકારો સહિત કોર્ટ કર્મચારીઓમાં પણ ભારે ચર્ચા ચાલી રહી છે.


Tags :