Get The App

ગુજરાત કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ, પ્રવક્તા અમિત નાયકે અચાનક રાજીનામું ધર્યું

Updated: Jun 5th, 2025

GS TEAM


Google News
Google News
ગુજરાત કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ, પ્રવક્તા અમિત નાયકે અચાનક રાજીનામું ધર્યું 1 - image


Gujarat Congress: કડી-વિસાવદરની પેટાચૂંટણી વખતે જ ગુજરાત કોંગ્રેસમાં આંતરિક કકળાટ શરૂ થયો છે. ધારાસભ્ય મેવાણીએ પ્રદેશ નેતાગીરી સામે મોરચો માંડ્યો છે ત્યારે પ્રદેશ કોંગ્રેસના નેતાઓનું ભાજપ સાથે સેટિંગ છે તેવો આરોપ ઘડી પ્રવક્તા અમિત નાયકે કોંગ્રેસમાંથી રાજીનામું ધર્યુ છે. 

આ પણ વાંચોઃ VIDEO: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર બે ટ્રક વચ્ચે સામ-સામે ભયંકર ટક્કર બાદ બળીને રાખ

ભાજપ સાથે સેટિંગ હોવાનો આક્ષેપ

મંગળવારે (3 જૂન) મધ્ય પ્રદેશમાં ખુદ રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓને ફટકાર લગાવતાં કહ્યું કે, 'શહેર-જિલ્લાના માળખામાં સિનિયર નેતાઓના માનિતાઓને પદ આપી દેવાયુ છે. પ્રદેશ નેતાઓ હવે હાઈ-કમાન્ડના હિટલિસ્ટમાં છે ત્યારે બુધવારે (4 જૂવ) પ્રવક્તા અમિત નાયકે એવો આક્ષેપ કર્યો હતો કે, અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલના પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે રાજકીય સબંધ જગજાહેર છે. તેમના પર એવો પણ આક્ષેપ છે કે, ભાજપ સાથે ગોઠવણ હાવોના કારણે હિંમતસિંહને કમાન્ડોનું રક્ષણ અપાયુ છે. 


આ પણ વાંચોઃ શિવ ઈન્ડસ્ટ્રીઝમાંથી 13.16 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો

ફેસબુક પર રાજીનામું ધર્યું

અમિત નાયકે ફેસબુક પર રાજીનામું મૂકી કોંગ્રેસના નેતા અને ભાજપના નેતાઓ સાથેની તસવીરો મૂકી છે. આ ઉપરાંત એવા સવાલ ઉઠાવ્યાં છે કે, શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ ભાજપના નેતા સાથે તેમના ખર્ચે પ્રવાસ કરી આવ્યાં છે અને ફાઈવ સ્ટારમાં મિજબાની માણી આવ્યાં છે ત્યારે કોંગ્રેસનું સંગઠન કેવી રીતે ટકશે? સામાન્ય કાર્યકર જીવના જોખમે, ધંધાના જોખમે, સામાજીક જોખમે પક્ષના વિચારધારા માટે ક્યાં સુધી લડશે? નેતાઓ તો ભાજપ સાથે ગોઠવાયેલાં છે. આ બાજુ, કોંગ્રેસના એક જૂથે અમિત નાયક પણ ભાજપના નેતાઓ સાથેની તસવીરો વાઈરલ કરી છે.

Tags :