Get The App

VIDEO: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર બે ટ્રક વચ્ચે સામ-સામે ભયંકર ટક્કર બાદ બળીને રાખ

Updated: Jun 5th, 2025

GS TEAM


Google News
Google News
VIDEO: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર બે ટ્રક વચ્ચે સામ-સામે ભયંકર ટક્કર બાદ બળીને રાખ 1 - image


Ahmedabad Accident: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર બે ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી. જે બાદ બંને ટ્રકમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.  એક ટ્રક ડ્રાઈવર ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.


અહેવાલો અનુસાર, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર વહેલી સવારે 4 વાગ્યાને 15 મિનિટે બે ટ્રકની ટક્કર બાદ આગ લાગી હતી. ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. બન્ને ટ્રક સંપૂર્ણપણે બળી ગયા છે. અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે.  નેશનલ એક્સપ્રેસવે 1 પર વાહનોની અવરજવર પ્રભાવિત થઈ છે.

VIDEO: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર બે ટ્રક વચ્ચે સામ-સામે ભયંકર ટક્કર બાદ બળીને રાખ 2 - image

Tags :