શિવ ઈન્ડસ્ટ્રીઝમાંથી 13.16 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
થનના ગુગલીયાણા ગામ પાસે આવેલી
૫૨૦ કિલો લુઝ ઘી, બ્રાન્ડેડ ઘીના ૧૯૫૦ પેકેટ જપ્ત ઃ પાંચ નમૂના લઇ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા
સુરેન્દ્રનગર - થનના ગુગલીયાણા ગામ પાસે આવેલી શિવ ઈન્ડસ્ટ્રીઝમાંથી પુરવઠા અને ફુડ સેફટી વિભાગે ૧૩.૧૬ લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડયું હતું. તંત્રની ટીમે ૫૨૦ કિલો લુઝ ઘી, બ્રાન્ડેડ ઘીના ૧૯૫૦ પેકેટ સહિત મુદ્દામાલ જપ્ત કરી પાંચ જેટલા શંકાસ્પદ નમુનાઓ લઈ લેબોરેટરીમાં મોકલાયા હતા.
થાન ચોટીલા રોડ ઉપર ગુગલીયાણા ગામ પાસે આવેલી શિવ ઈન્ડસ્ટ્રીઝમાં પુરવઠા વિભાગ અને ફૂડ સેફટી વિભાગની સંયુક્ત ટીમના ચેકિંગ દરમિયાન લુઝ ઘી ૫૨૦ કિલો, શ્રી ભોગ બ્રાન્ડ ઘી ૧૯૫૦ પેક, વિકાસ પેસ્ચ્યુરાઈઝ બટર ૬૫ બોક્ષ સહિત કુલ રૃા.૧૩.૧૬ લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો. જ્યારે તંત્ર દ્વારા પ્રાથમિક દ્રષ્ટિએ ઝડપાયેલ જથ્થો શંકાસ્પદ જણાઈ આવતા પાંચ જેટલા સેમ્પલ લઈ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. લેબોરેટરીના રિપોર્ટને આધારે આગળની કાર્યવાહી હાથધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરી વિસ્તારોમાં પણ હલકી ગુણવત્તાનું ઘી અને તેલનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી જે મામલે પણ તંત્ર દ્વારા શહેરના મહેતા માર્કેટ તેમજ જીઆઈડીસી વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.