Gujarat

ગુજરાતમાં 9 નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની રચનાને કેબિનેટની મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ

By GS TEAM
31 Dec 20252 mins read
TukuTouch Logo
ગુજરાતમાં સહકારી માળખાને વધુ મજબૂત કરવા અને છેવાડાના ખેડૂતો સુધી બેંકિંગ સુવિધાઓ પહોંચાડવા માટે રાજ્ય સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં 09 નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો (DCCB) ની રચનાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં 9 નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની રચનાને કેબિનેટની મંજૂરી,  જાણો કયા જિલ્લાને મળશે લાભ

9 New DCCB: ગુજરાતમાં સહકારી માળખાને વધુ મજબૂત કરવા અને છેવાડાના ખેડૂતો સુધી બેંકિંગ સુવિધાઓ પહોંચાડવા માટે રાજ્ય સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં 09 નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો (DCCB) ની રચનાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

વડાપ્રધાનના ‘સહકારથી સમૃદ્ધિ’ના સંકલ્પને વેગ

કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ દેશમાં ગ્રામ્ય સહકારી બેંકોનો વ્યાપ વધારવા માટે આ વિશેષ પહેલ કરવામાં આવી છે. નાબાર્ડ (NABARD) દ્વારા રજૂ કરવામાં આવેલી 'એપ્રોચ નોટ'ના આધારે ગુજરાતમાં આ નવી બેંકોની સ્થાપના કરવામાં આવશે.

કઈ બેંકના વિભાજનથી કઈ નવી બેંક બનશે? (જુઓ સંપૂર્ણ યાદી)

રાજ્યની હાલની મોટી સહકારી બેંકોનું વિભાજન કરીને નવા જિલ્લાઓમાં સ્વતંત્ર બેંકો અસ્તિત્વમાં આવશે:

હાલની બેંકનું નામનવી બનનારી જિલ્લા બેંક 
પંચમહાલ બેંકઅરવલ્લી જિલ્લા બેંક
સાબરકાંઠા બેંકઅરવલ્લી જિલ્લા બેંક
સુરત બેંકતાપી જિલ્લા બેંક
વડોદરા બેંક  છોટાઉદેપુર જિલ્લા બેંક
જામનગર બેંક દેવભૂમિ દ્વારકા જિલ્લા બેંક
જૂનાગઢ બેંકપોરબંદર જિલ્લા બેંક
ખેડા બેંકઆણંદ જિલ્લા બેંક
વલસાડ બેંકડાંગ અને નવસારી જિલ્લા બેંક

ખેડૂતોને શું ફાયદો થશે?

સરળ ધિરાણ: નવા જિલ્લાઓમાં સ્વતંત્ર બેંક હોવાથી ખેડૂતોને લોન અને ધિરાણ મેળવવામાં વહીવટી સરળતા રહેશે.

સ્થાનિક સ્તરે સુવિધા: ખેડૂતોએ હવે બેંકિંગ કામકાજ માટે જૂના મોટા જિલ્લાઓના હેડક્વાર્ટર સુધી લાંબુ થવું નહીં પડે.

અર્થતંત્રને વેગ: ગ્રામીણ સ્તરે નાણાકીય લેવડદેવડ વધતા સ્થાનિક અર્થતંત્ર મજબૂત બનશે.

હવે આગળની પ્રક્રિયા શું?

રાજ્ય મંત્રીમંડળની મંજૂરી બાદ, હવે રાજ્ય સરકાર નાબાર્ડ (NABARD) મારફતે ભારતીય રિઝર્વ બેંક (RBI) ને આ અંગેની દરખાસ્ત મોકલશે. RBI ની અંતિમ મંજૂરી અને લાયસન્સ મળ્યા બાદ આ બેંકો વિધિવત રીતે કાર્યરત થશે.