Get The App

ગુજરાતનાં મંત્રીમંડળમાં 23 કરોડપતિ, 6 મંત્રી 8-12મું પાસ, 5 મંત્રી સામે કેસ

Updated: Oct 26th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતનાં મંત્રીમંડળમાં 23 કરોડપતિ, 6 મંત્રી 8-12મું પાસ, 5 મંત્રી સામે કેસ 1 - image


Gujarat Cabinet: દિવાળી પહેલાં જ રાજ્ય મંત્રીમંડળમાં ફેરબદલ કરાયા હતાં. જે રીતે મંત્રીમંડળની રચના કરાઈ છે તે પરથી એક વાત એ પ્રસ્થાપિત થઈ છે કે, ભાજપ હાઇકમાન્ડે માલેતુજાર ધારાસભ્યોને મંત્રી બનાવ્યાં છે. નવા મંત્રીમંડળમાં કુલ 26 પૈકી 23 મંત્રીઓ કરોડપતિ છે. પ્રત્યેક મંત્રીની સરેરાશ મિલ્કત 11.2 કરોડ રૂપિયા છે. ઈન્ડિયન ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને શિક્ષણમંત્રી રીવાબા જાડેજા સૌથી વધુ પૈસાદાર મંત્રી છે. 

આ પણ વાંચોઃ મોરબીની મચ્છુ નદીમાં આપઘાતના ઈરાદે યુવકે મારી છલાંગઃ બચાવવા ગયેલા મિત્ર સહિત બેના મોત

90 ટકા મંત્રી કરોડપતિ

એડીઆરએ એક રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં નવા મંત્રીમંડળ વિશે રસપ્રદ તારણ બહાર આવ્યાં છે કે, 90 ટકા મંત્રીઓની મિલકત એક કરોડથી વધુ છે. જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજા સૌથી ધનિક મંત્રી છે જેમની 97.35 કરોડની સંપત્તિ છે, જ્યારે નિઝરના ધારાસભ્ય જયરામ ગામિત સૌથી ઓછી મિલકત ધરાવતાં મંત્રી છે. તેમની પાસે માત્ર 46.96 લાખની મિલકત છે.

મહિલાઓનું પ્રતિનિધિત્વ ઓછું

મહિલા સશક્તિકરણની દુહાઈ દેવાઈ રહી છે, ત્યારે નવા મંત્રીમંડળમાં મહિલા પ્રતિનિધિત્વ ઓછુ છે. તેમાં કેબિનેટમાં એકેય મહિલાને સ્થાન અપાયુ નથી. માત્ર ત્રણ મહિલાઓને મંત્રીપદ અપાયુ છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 4 ઈંચ સુધી કમોસમી વરસાદ, આગામી બે દિવસ ક્યાં ક્યાં માવઠાની આગાહી?

18 મંત્રીના માથે દેવું

નવા મંત્રીમંડળમાં 18 મંત્રીના માથે દેવુ છે. મંત્રી પુરુષોત્તમ સોલંકીના માથે 8.93 કરોડનું દેવુ છે. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી 17 કરોડ રૂપિયાની મિલકત-સંપતિ ધરાવે છે. તેમના માથે પણ 8 કરોડ રૂપિયાનું દેવું છે. શૈક્ષણિક લાયકાત મુદ્દે વાત કરીએ તો, 6 મંત્રી ફક્ત 8 મું કે 12મું ધોરણ પાસ છે, જ્યારે 16 મંત્રી સ્નાતક અથવા ઉચ્ચ ડિગ્રી ધારક છે. ચાર મંત્રી ડિપ્લોમા પાસ છે. નવનિયુક્તિ મંત્રીમંડળમાં માત્ર 10 મંત્રી એવા છે, જેમની ઉંમર યુવાન 31 થી 50 વર્ષની વચ્ચે છે, જ્યારે 15 મંત્રી 51 થી 70 વયના છે. માત્ર એક મંત્રી 71 વર્ષના છે.

ચાર મંત્રીઓ સામે ગુનાઈત કેસ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિમંત્રી જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ અને અર્જુન મોઢવાડિયા સામે ગુનાઈત કેસ નોંધાયેલાં છે. મંત્રી પરષોત્તમ સોલંકી વિરુદ્ધ તો ગંભીર ગુનાઈત કેસ પોલીસ ચોપડે નોંધાયેલો છે.

Tags :