Gujarat

ગુજરાત બોર્ડ: માર્ચ 2022ની પરીક્ષાના ફોર્મ ભરવા વધુ એક મોકો

By GS Team
7 Feb 20221 min read
This article was originally published on 7 Feb 2022
ગુજરાત બોર્ડ: માર્ચ 2022ની પરીક્ષાના ફોર્મ ભરવા વધુ એક મોકો

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ અને ધોરણ ૧૨(સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહ)નીમાર્ચ 2022ની પરીક્ષા આપવા ઇચ્છતા વિદ્યાર્થીઓ કે જેમને બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાના બાકી રહી ગયા છે તેમના માટે વધુ એક મોકો આવ્યો છે. જેમણે ફોર્મ ભરવાના બાકી છે તે ગુજરાત બોર્ડની વેબસાઈટ ઉપર ઓનલાઈન ફોર્મ તા.૭ થી ૧૬ ફેબ્રુઆરી વચ્ચે બરી શકશે. યોગ્ય દસ્તાવેજો અને પરીક્ષા ફી પેટે રૂ.૩૫૦ અને લેટ ફી પેટે રૂ.૫૦૦ ભરી આ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે એવું બોર્ડે આજે બહાર પાડેલી એક અખબારી યાદીમાં જાહેર કર્યું છે. અહી નોંધવું જોઈએ કે દિવ્યાંગ અને વિધાર્થીનીઓ માટે પરીક્ષા ફીમાં મુક્તિ આપવામાં આવી છે પણ તેમણે લેટ ફી તો ભરવાની જ રહેશે. આ ફોર્મ ભરવાની લંબાવી આપવામાં આવેલી મુદ્દત રીપીટર વિદ્યાર્થીઓને પણ લાગુ પડશે એમ યાદીમાં જણાવ્યું છે.

વધુ વિગત માટે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ www.gseb.orgઉપરથી મેળવી શકશે.