Gujarat

ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા ૨૮ માર્ચથી ૧૨ એપ્રિલ સુધી

By GS Team
24 Feb 20222 mins read
This article was originally published on 24 Feb 2022
ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા  ૨૮ માર્ચથી ૧૨ એપ્રિલ સુધી

અમદાવાદ

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ૧૨ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ આજે જાહેર કરી દેવાયો છે.જે મુજબ ૨૮ માર્ચથી ૧૨ એપ્રિલ સુધી રાજ્યભરના કેન્દ્રોમાં પરીક્ષા લેવાશે.આ વર્ષે પ્રથમવાર બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત એમ બે પ્રશ્નોની અલગ-અલગ પરીક્ષા લેવાશે. આ વર્ષે વિદ્યાર્થીઓ ઘટતા ૧૪.૮૦ લાખ જેટલા વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા માટે નોંધાયા છે.

કોરોનાને લીધે સરકારે ગુજરાત શિક્ષણ બોર્ડની ધો.૧૦-૧૨ની અને સ્કૂલોના અન્ય ધોરણોની વાર્ષિક પરીક્ષાઓ ૧૫ દિવસ પાછી ઠેલી હતી.જેને પગલે ધો.૧૦-૧૨ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા ૧૪ માર્ચને બદલે ૨૮મી માર્ચથી લેવાનાર છે ત્યારે બોર્ડે આજે વિગતવાર પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. ધો.૧૦ની પરીક્ષા ૯ એપ્રિલ સુધી ચાલશે અને દરેક પેપર વચ્ચે એકથી બે રજાઓ વિદ્યાર્થીને મળશે.જ્યારે ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા ૧૨ એપ્રિલ સુધી ચાલશે અને કોમર્સમા લગભગ દરેક પેપરો વચ્ચે રજા છે. ધો.૧૨ સાયન્સની પરીક્ષા ૮ એપ્રિલ સુધી ચાલશે.જેમાં પણ દરેક પેપર વચ્ચે એકથી લઈને ત્રણ દિવસ સુધીની રજાઓ વિદ્યાર્થીને મળશે.આ વર્ષે વિદ્યાર્થીઓ ઘટતા ધો.૧૦માં ૧૦ લાખથી પણ ૯.૮૦ લાખ જેટલા અને ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૩.૨૫ લાખ જેટલા અને ધો.૧૨ સાયન્સમાં ૧.૧૦ લાખ જેટલા વિદ્યાર્થીઓ છે.આમ આ વર્ષે ત્રણ લાખ જેટલા એટલે કે ૧૫ લાખથી પણ ઓછા વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા માટે નોંધાયા છે.કારણકે ગત વર્ષે માસ પ્રમોશન હોવાથી ગત વર્ષે નાપાસ થયેલા વિદ્યાર્થીઓ જ ન હોવાથી રીપિટરોની સંખ્યા ખૂબ જ ઓછી છે.બોર્ડ દ્વારા ધો.૧૦-૧૨ના સંસ્કૃત મધ્યમાના વિદ્યાર્થીઓની પણ બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે.જે મુજબ ધો.૧૦ની પરીક્ષા ૨૮ માર્ચથી ૯ એપ્રિલ સુધી ચાલશે અને જેમાં સમય સવારે ૧૦થી૧ઃ૧૫નો રહેશે .જ્યારે ધો.૧૨ની પરીક્ષા ૪ એપ્રિલથી શરૃ થશે અને ૧૧ એપ્રિલ સુધી ચાલશે.જેમાં સમય બપોરે ૩થી ૬ઃ૧૫નો રહેશે.

ધો.૧૦નો કાર્યક્રમ (૧૦થી૧ઃ૧૫)

તારીખ           વિષય

૨૮-૩          પ્રથમભાષા

                (ગુજરાતી,હિન્દી,અંગ્રેજી)

૩૦-૩          બેઝિક ગણિત

૩૧-૩          સ્ટાન્ડર્ડ ગણિત

૦૪-૪          વિજ્ઞાાન

૦૬-૪          સામાજિક વિજ્ઞાાન

૦૭-૪          ગુજરાતી (દ્વિતિયભાષા)

૦૮-૪          અંગ્રેજી (દ્વિતિય ભાષા)

૦૯-૪          દ્વિતિય ભાષા

                (હિન્દી,સિંધી,સંસ્કૃત,ઉર્દુ)