Gujarat

ગુજરાત ભાજપે પાર્લામેન્ટ્રી બોર્ડની કરી જાહેરાત, અનેક વરિષ્ઠ નેતાઓનો સમાવેશ

By GS TEAM
25 Mar 20261 min read
TukuTouch Logo
ગુજરાત ભાજપે કોર કમિટીની બેઠક બાદ પાર્લામેન્ટ્રી બોર્ડની જાહેરાત કરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જાહેર થયેલા પાર્લામેન્ટ્રી બોર્ડમાં અનેક વરિષ્ઠ નેતાઓનો સમાવેશ કરાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત ભાજપે પાર્લામેન્ટ્રી બોર્ડની કરી જાહેરાત, અનેક વરિષ્ઠ નેતાઓનો સમાવેશ

Gujarat BJP announces Parliamentary Board: ગુજરાત ભાજપે કોર કમિટીની બેઠક બાદ પાર્લામેન્ટ્રી બોર્ડની જાહેરાત કરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જાહેર થયેલા પાર્લામેન્ટ્રી બોર્ડમાં અનેક વરિષ્ઠ નેતાઓનો સમાવેશ કરાયો છે. 

મળતી માહિતી અનુસાર, પાર્લામેન્ટ્રી બોર્ડમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, નીતિન પટેલ, પરસોત્તમ રૂપાલા, આર.સી. ફળદુ, સી.આર. પાટીલ, અંજુ વેકરિયા, જયશ્રી પટેલ અને વર્ષા દોશીનો સમાવેશ કરાયો છે. જણાવી દઈએ કે, નવા સંગઠન બાદ નવી પાર્લામેન્ટ્રી બોર્ડની જાહેરાત થઈ છે. જુઓ સંપૂર્ણ યાદી...


જણાવી દઈએ કે, ચૂંટણીને લઈ ભાજપ સંગઠન એક્શન મોડમાં છે. ત્યારે ટિકિટ નક્કી કરવામાં પાર્લામેન્ટ્રી બોર્ડની મહત્ત્વની ભૂમિકા હોય છે. ટિકિટ વહેંચણી માટે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળે છે.