ગુજરાતમાંથી દરરોજ સરેરાશ 4000 દર્દી આયુષ્યમાન યોજના હેઠળ દાખલ થયાનો ખુલાસો
Gujarat PMJAY Scheme: ગુજરાતમાંથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં 48.89 લાખથી વધુ દર્દીઓ સારવાર લઈ ચૂક્યા છે. જેમાં છેલ્લા 3 મહિનામાં જ 3.63 લાખ દર્દીઓ નોંધાયા છે. આમ, દરરોજ સરેરાશ 4039 દર્દીઓ આયુષ્યમાન યોજના હેઠળ હોસ્પિટલમાં દાખલ થાય છે.
છેલ્લા પાંચ વર્ષમાં 48.89 લાખ દર્દીઓને આયુષ્યમાન યોજના હેઠળ દાખલ કરાયા
એપ્રિલથી જૂન 2025 દરમિયાન સૌથી વઘુ દર્દીઓ નોંધાયા હોય તેવા રાજ્યોમાં કર્ણાટક 8.88 લાખ સાથે મોખરે છે. ત્યાર બાદ ઉત્તર પ્રદેશ 6.01 લાખ સાથે બીજા નંબરે, આંધ્ર પ્રદેશ 5.58 લાખ સાથે ત્રીજા નંબરે, રાજસ્થાન 5.01 લાખ સાથે ચોથા નંબરે છે. ગુજરાતમાં છેલ્લાં 3 મહિનામાં 3,63,554 દર્દીઓને આ યોજના હેઠળ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
ગુજરાતમાં 2024-25માં 14.51 લાખ દર્દીઓ નોંધાયા હતા. આ સ્થિતિએ ગયા વર્ષે દરરોજ દાખલ કરવા પડે તેવા સરેરાશ દર્દીઓનું પ્રમાણ 3977 હતું. આમ, ગત વર્ષની સરખામણીએ હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવા દર્દીઓનું પ્રમાણ વધ્યું છે. હાલની સ્થિતિ જોતા વર્ષના અંત સુધીમાં દાખલ કરવા પડે તેવા દર્દીઓનો આંક વધીને 14 લાખને પાર જઈ શકે છે.
આ પણ વાંચોઃ બગોદરા હાઈવે પર બંધ ટ્રક પાછળ ટ્રક ધૂસી જતાં ચાલકનું મોત, ક્લિનરને ઇજા
ગુજરાતમાંથી આયુષ્યમાન યોજના હેઠળ સારવાર લેનારા દર્દીઓ