Get The App

બનાસકાંઠામાં ગુંદરી હાઇવે પર બે ટ્રક વચ્ચે ટક્કર, 2 લોકોના મોત, હાઈવે પર લાંબો ટ્રાફિકજામ

Updated: Aug 13th, 2025

GS TEAM

Google News
Google News
બનાસકાંઠામાં ગુંદરી હાઇવે પર બે ટ્રક વચ્ચે ટક્કર, 2 લોકોના મોત, હાઈવે પર લાંબો ટ્રાફિકજામ 1 - image


Banaskantha Accident: બનાસકાંઠાના પાંથાવાડા ગુંદરી હાઇવે પર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. જ્યાં બે ટ્રેલર ટ્રક સામ-સામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં હાલ બે લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી રહી છે. 

આ પણ વાંચોઃ બગોદરા હાઈવે પર બંધ ટ્રક પાછળ ટ્રક ધૂસી જતાં ચાલકનું મોત, ક્લિનરને ઇજા

શું હતી ઘટના? 

બનાસકાંઠાના પાંથાવાડા ગુંદરી હાઇવે પર બુધવારે (13 ઓગસ્ટ) વહેલી સવારે બે ટ્રેલર ટ્રક સામ-સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે, બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. જોકે, બંનેના મૃતદેહ ટ્રેલરમાં જ ફસાઇ ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. 



આ પણ વાંચોઃ વઢવાણના ડાંગસીયાવાડ વિસ્તારની મહિલાઓનો પાણીના સંપ પર હોબાળો

પોલીસે હાથ ધરી તપાસ 

પોલીસે અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતદેહોને ટ્રેલરની બહાર કાઢ્યા અને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. અકસ્માતના કારણે હાઇવે પર ભારે ટ્રાફિકજામ થયો હતો તેને દૂર કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, હજુ સુધી મૃતકોની ઓળખ થઈ નથી. પોલીસ આ મામલે અકસ્માતનો ગુનો દાખલ કરી પીએમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યલાહી હાથ ધરવામાં આવશે. 

Tags :