ગુજરાતમાં દરરોજ સરેરાશ 475 વ્યક્તિને વાહન અકસ્માતની ઘટનામાં ઈજા, અમદાવાદમાં સૌથી વધુ
Road Accident: ગુજરાતમાં વાહન અકસ્માતથી ઈજાના કેસમાં ચિંતાજનક રીતે સતત વધારો થઈ રહ્યો છે. આ વર્ષે અત્યાર સુધી કુલ 1.08 લાખ વ્યક્તિ વાહન અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા છે. જેની સરખામણીએ ગયા વર્ષે 1 લાખ જેટલા લોકો માર્ગ અકસ્માતમાં ઘવાયા હતા. આમ, ગયા વર્ષની સરખામણીએ માર્ગ અકસ્માતથી ઈજાના કેસમાં 8 ટકાનો વધારો થયો છે. હાલની સ્થિતિએ પ્રતિ કલાકે 18, જ્યારે દિવસના સરેરાશ 475 લોકો માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય છે.
આ પણ વાંચોઃ સુરતના ક્રિશ ડિયામ ડાયમંડ કંપનીના 100 કારીગરોને છૂટા કરી દેવાયા, રત્નકલાકારોમાં રોષ
અમદાવાદમાં અકસ્માતમાં વધારો
આમ, અમદાવાદમાં પ્રતિ દિવસે સરેરાશ 76 વ્યક્તિને અકસ્માતમાં ઈજા થયા બાદ 108ની મદદ લેવી પડે છે. અમદાવાદમાં ગયા વર્ષે આ સમયગાળામાં 16862 વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઘવાયા હતા. આ સ્થિતિએ અમદાવાદમાં પણ ગયા વર્ષની સરખામણીએ માર્ગ અકસ્માતના પ્રમાણમાં વધારો થયો છે. અકસ્માતના સૌથી વધુ કેસમાં અમદાવાદ બાદ સુરત બીજા અને વડોદરા ત્રીજા સ્થાને છે.
કેમ વધ્યા અકસ્માત?
સુરતમાં 11743 જ્યારે વડોદરામાં 7273 વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા હતા. સુરતમાં ગયા વર્ષે 10713 વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઘવાયા હતા. જાણકારોના મતે, બેફામ અને પૂરપાટ ઝડપે વાહન ચલાવવાનું વધતું પ્રમાણ, વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ, થોડો સમય બચાવવા માટે રોંગ સાઈડમાં વાહન ચલાવવું જેવા પરિબળોને કારણે વાહન અકસ્માતના કેસમાં વધારો થઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ ટ્રમ્પના 50% ટેરિફથી સુરતના હીરા-ટેક્સટાઈલ ઉદ્યોગમાં 50000થી વધુ નોકરીઓ જોખમમાં
હાલ ગુજરાતમાં પ્રતિદિન 475 વ્યક્તિ વાહન અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય છે. આ સ્થિતિ વર્ષના અંત સુધી યથાવત રહી તો ગુજરાતમાં વર્ષના અંત સુધીમાં વાહન અકસ્માતમાં ઈજાગ્રસ્તોનો આંક 1.73 લાખને પાર જઈ શકે છે.
માર્ગ અકસ્માતમાં ઈજાના સૌથી વધુ કેસ