Get The App

ગુજરાત ATSની મોટી કાર્યવાહી, અલકાયદા સાથે સંકળાયેલા 4 આતંકીની ધરપકડ

Updated: Jul 23rd, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાત ATSની મોટી કાર્યવાહી, અલકાયદા સાથે સંકળાયેલા 4 આતંકીની ધરપકડ 1 - image


Gujarat ATS arrested a terrorist : ગુજરાત ATSએ આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરતાં ચાર લોકોની ધરપકડ કરી છે. ગુજરાત ATS લાંબા સમયથી વોચ રાખી રહી હતી. ગુજરાત ATSની ટીમે નકલી ભારતીય ચલણી નોટ મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. તેમજ અલકાયદાના આતંકવાદી મોડલ સાથે સંકળાયેલા ચારેય આરોપીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને કેટલીક સસ્પેક્ટ ઍપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા ફેલાવવાની કામગીરી કરતાં હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતના બે આતંકીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હોવાનું સામે આવ્યું છે.

ગુજરાત ATSની આતંકવાદ વિરુદ્ધમાં મોટી કાર્યવાહી

ગુજરાત ATSની ટીમે અલકાયદા AQIS સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે, ઝડપાયેલા ચાર આતંકવાદીઓમાંથી બેની ગુજરાતમાંથી એકની દિલ્હીમાંથી અને એકની નોઇડામાંથી ધરપકડ કરવામાં આવી છે. જેમાં બનાવટી નોટ રેકેટના 1 આરોપીની પણ ધરપકડ કરાઈ છે. વોટ્સએપ ગ્રૂપ પર ચેટિંગ કરીને તેઓ બાકી લોકોને પણ જોડતા હતા. ગુજરાત ATSની ટીમ લાંબા સમયથી આ લોકો પર વોચ રાખી રહી હતી. ગુજરાત ATSની તપાસમાં આ મામલે વધારે ખુલાસા થઈ શકે છે.

ગુજરાત ATSએ સોશિયલ મીડિયાના માધ્યમ થકી અલકાયદાની વિચારધાર ફેલાવનારા ચાર આરોપીની ધરપકડ કરી છે. જેમાં દિલ્હીથી ફરાસખાના ખાતે રહેતો મોહમ્મદ ફૈક, નોઈડાના સેક્ટર 63 થી ઝીશાન અલી, અમદાવાદના ફતેહવાડીથી મોહમ્મદ ફરદીન અને અરવલ્લી જિલ્લાના મોડાસાથી સેફુલ્લા કુરેશીને ઝડપી પાડવામાં આવ્યા છે.

ATSએ શું કહ્યું?

ATSના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઝડપાયેલા આરોપીઓ ઘણા સમયથી ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા અલકાયદા સાથે જોડાયેલા શખ્સોના સંપર્કમાં હતા. તેમના સંદેશાવ્યવહારમાં આતંકવાદી સંગઠનને લઈને વ્યૂહાત્મક માહિતીનું આદાન-પ્રદાન કરવાની સાથે સુરક્ષા સંબંધિત ચિંતાઓ ઉભી કરતી પ્રવૃત્તિઓ થતી હોવાનું સામે આવ્યું છે. 

આ પણ વાંચો: પાદરામાં પાણી ભરેલા રસ્તા પર પડેલા ખુલ્લા વીજ વાયરથી બાળકનું મોત, સ્થાનિકોએ 4 દિવસ પહેલા જ કરી હતી ફરિયાદ!

ગુજરાત ATSને 10 જૂનના રોજ અલકાયદા પ્રવૃત્તિને ફેલાવતા પાંચ સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી મળી હતી. જેને લઈને ટીમ બનાવીને આગળની તપાસ હાથ ધર્યું હતું. ઝડપાયેલા આરોપીને લઈને ATSએ જણાવ્યું હતું કે, આતંકીઓ દેશ વિરોધી વિચારધારા ફેલાવીને લોકોને ઉશ્કેરવાનું કામ કરતા હતા. આ ઉપરાંત, આતંકીઓના એકાઉન્ટમાંથી ઓપરેશન સિંદૂરને લગતી પોસ્ટ અને હથિયારના ફોટો મળી આવ્યા હતા. 


Tags :