Get The App

આજે વિધાનસભા ચોમાસું સત્રનો બીજો દિવસઃ CM ઓપરેશન સિંદૂર આપશે અભિનંદન પ્રસ્તાવ, બે મહત્ત્વના બિલ કરાશે રજૂ

Updated: Sep 9th, 2025

GS TEAM

Google News
Google News
આજે વિધાનસભા ચોમાસું સત્રનો બીજો દિવસઃ CM ઓપરેશન સિંદૂર આપશે અભિનંદન પ્રસ્તાવ, બે મહત્ત્વના બિલ કરાશે રજૂ 1 - image


Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર સોમવાર(8 સપ્ટેમ્બર)થી શરુ થઈ ચૂક્યું છે. આજે સત્રનો બીજા દિવસની કાર્યવાહી બપોરે 12 વાગ્યાથી શરુ થશે. પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરુઆત થશે અને ત્યારબાદ વિવિધ કાગળો મેજ પર મૂકવામાં આવશે. આ સિવાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઓપરેશન સિંદૂર પર અભિનંદન પ્રસ્તાવ રજૂ કરશે. વળી, નાણામંત્રી પણ જીએસટી સુધારા પર અભિનંદન પ્રસ્તાવ લાવશે. 

આ પણ વાંચોઃ કચ્છના બુટલેગર યુવરાજસિંહ પર કોના આશીર્વાદ? દર અઠવાડિયે પંજાબથી મંગાવતો દારૂની બે ટ્રક

નોંધનીય છે કે, આજે ગુજરાત માલ સેવા વેરા બિલ અને જન વિશ્વાસ સુધારા બિલ પણ ગૃહમાં રજૂ કરવામાં આવશે.

શું છે ગુડ્સ ઍન્ડ સર્વિસ ટેક્સ બિલ?

ગુડ્સ ઍન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની ભલામણોને શક્ય તેટલી વહેલી તકે લાગુ કરવા અને કેન્દ્રીય ગુડ્સ ઍન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ, 2017 (CGST Act) અને ગુજરાત ગુડ્સ ઍન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ, 2017(GGST Act)ની જોગવાઈઓની એકરૂપતા જાળવવા માટે ગુજરાત ગુડ્સ ઍન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ 2017માં સુધારો કરવા માટે આ બિલ રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ માઉન્ટ આબુમાં 3 દિવસ માટે પ્રવાસીઓ પર પ્રતિબંધ, આ 5 આદેશોનું કરવું પડશે પાલન

શું છે ગુજરાત જન વિશ્વાસ બિલ?

રાજ્યમાં ઉદ્યોગોમાં વ્યવસાયની પ્રક્રિયામાં રિસાઇકલને પ્રોત્સાહન મળે અને લોકોના જીવનની સરળતામાં સુધારો થાય તે હેતુથી રાજ્ય સરકાર કાનુની નિયમનોને સરળ બનાવવા, ડિજિટાઇઝેશન અને તર્કસંગત બનાવવા જેવા શ્રેણીબદ્ધ પગલાં લેવા જઈ રહી છે. જે હેઠળ જીવન અને વ્યવસાયોને સરળ બનાવવા અને કોર્ટ પરનો કેસોનો ભારણ ઘટાડવા માટે ‘ગુજરાત જન વિશ્વાસ (જોગવાઈઓના સુધારા) બિલ, 2025 રજૂ કરવામાં આવશે.

Tags :