Get The App

માઉન્ટ આબુમાં 3 દિવસ માટે પ્રવાસીઓ પર પ્રતિબંધ, આ 5 આદેશોનું કરવું પડશે પાલન

Updated: Sep 9th, 2025

GS TEAM

Google News
Google News
માઉન્ટ આબુમાં 3 દિવસ માટે પ્રવાસીઓ પર પ્રતિબંધ, આ 5 આદેશોનું કરવું પડશે પાલન 1 - image


Mount Abu News: ભારે વરસાદને કારણે માઉન્ટ આબુના સાત ગુમ નજીક રોડનો એક ભાગ ધરાશાયી થતાં તંત્રએ તાત્કાલિક અસરથી 3 દિવસ માટે પ્રવાસીઓ માટે પ્રવેશ બંધ કરવાનો નિર્ણય લીધો છે. માઉન્ટ આબુના સબ ડિવિઝન ઓફિસર દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યો છે, જેમાં જણાવાયું છે કે માર્ગનું સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી માઉન્ટ આબુ પ્રવાસીઓ માટે બંધ રહેશે.

આ નિર્ણય બાદ જે પર્યટકો હાલમાં માઉન્ટ આબુમાં છે, તેમને સુરક્ષિત રીતે બહાર મોકલવામાં આવી રહ્યા છે. માઉન્ટ આબુનો રસ્તો પણ જલદી રિપેર કરવામાં આવશે. માઉન્ટ આબુના ડેપ્યુટી-જિલ્લા કલેક્ટર ડૉ. અંશુ પ્રિયાએ એક ઇમરજન્સીની બેઠક યોજી જેમાં તેમણે આ નિર્ણય લીધો હતો. 
માઉન્ટ આબુમાં 3 દિવસ માટે પ્રવાસીઓ પર પ્રતિબંધ, આ 5 આદેશોનું કરવું પડશે પાલન 2 - image

ડૉ. અંશુ પ્રિયાએ માઉન્ટ આબુ-આબુ રોડ પર તે સ્થળોનું નિરીક્ષણ કર્યું જ્યાં રસ્તાઓનું સમારકામ કરવાનું છે. તેમણે જાહેર નિર્માણ વિભાગના અધિકારીઓને તાત્કાલિક ધોરણે આ રસ્તાઓનું સમારકામ કરવા અને ભવિષ્યમાં રસ્તાઓ તૂટી ન જાય તે માટે સાવચેતીનાં પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. 

માઉન્ટ આબુમાં 3 દિવસ માટે પ્રવાસીઓ પર પ્રતિબંધ, આ 5 આદેશોનું કરવું પડશે પાલન 3 - image

ડૉ. અંશુ પ્રિયાએ જણાવ્યું કે વર્તમાન પરિસ્થિતિમાં પર્યટકોને તકલીફ પડી શકે છે, તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે પર્યટકોને ખાતરી આપી કે પરિસ્થિતિ સામાન્ય થયા પછી તેમનું સ્વાગત કરવામાં આવશે.

આ 5 આદેશોનું કરવું પડશે પાલન

1. આગામી 3 દિવસ સુધી કોઈ પણ પ્રવાસીને માઉન્ટ આબુમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.

2. રાત્રિના 8:30 થી સવારે 6:00 વાગ્યા સુધી તમામ પ્રકારના વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

3. ભારે વાહનો, સરકારી અને ખાનગી બસો તેમજ ઓવરલોડ ટ્રકોને માઉન્ટ આબુ પર આવવા દેવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે.

4. જીવન જરૂરિયાતની વસ્તુઓ લઈ જતા નાના વાહનોને માઉન્ટ આબુમાં પ્રવેશ માટે છૂટ આપવામાં આવી છે.

5. હોટેલ માલિકોને આગામી 3 દિવસ માટે હોટલો ખાલી રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

માર્ગ સમારકામની કામગીરી

માઉન્ટ આબુના સાત ગુમ નજીક રોડની એક સાઈડની દિવાલ તૂટી પડતા તંત્ર દ્વારા તાત્કાલિક માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે અને તૂટી ગયેલા માર્ગને રીપેર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ જ પ્રવાસીઓ માટે ફરીથી માર્ગ ખુલ્લો મૂકવામાં આવશે. આ નિર્ણય સ્થાનિકો અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. પ્રવાસીઓને અપીલ કરવામાં આવે છે કે તેઓ આગામી દિવસોમાં માઉન્ટ આબુની મુસાફરી ટાળે અને તંત્રને સહકાર આપે.

Tags :