Gujarat

સરકારે શિક્ષકોને રજાનું રોકડમાં રૃપાંતરનો લાભ હાલ સ્થિગત કર્યો

By GS Team
24 Oct 20181 min read
This article was originally published on 24 Oct 2018
સરકારે શિક્ષકોને રજાનું રોકડમાં રૃપાંતરનો લાભ હાલ સ્થિગત કર્યો

અમદાવાદ,બુધવાર

ગુજરાત સરકારના નાણા વિભાગના ૨૦૧૩ના ઠરાવથી ગ્રાન્ટેડ સ્કૂલોના નિવૃત્ત થતા શિક્ષકોને ૩૦૦ રજાનો રોકડ રૃપાંતર લાભ અપાય છે ત્યારે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર કરીને આ લાભ હાલ પુરતો સ્થિગત કરી દેવાયો છે.જેને લઈને માધ્યમિક શિક્ષક  સંઘે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.

શિક્ષણ વિભાગે ગઈકાલે ૨૩મીએ પરિપત્ર કરીને જાહેર કર્યુ છે કે ગુજરાતની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના નિવૃત્ત થતા શિક્ષકોને ૨૬-૩-૨૦૧૩ના પરિપત્રથી તેમની જમા રજાનું રોકડમાં રૃપાંત કરી  આર્થિક લાભ આપવામા આવે છે તે હાલ પુરતો સ્થગિત કરવામા આવે છે.  સરકારના આ બાબતના અગાઉના પરિપત્રને લઈને એકાઉન્ટન્ટ જનરલ, રાજકોટ દ્વારા ક્વેરી કાઢવામા આવી છે અને સરકારના વિભાગ પાસે સ્પષ્ટતાઓ માંગી પુછપરછ કરવામા આવી છે જેનો જવાબ આપવામા ઘણો સમય લાગે તેમ છે .જેથી હાલ રજાનુ રોકડમાં રૃપાંતરનો લાભ નહી અપાય અને અમલ સ્થિગત  કરવામા આવે છે. 

વિભાગ દ્વારા જ્યાં સુધી આ બાબતે અન્ય સૂચનાઓ આપવામા ન આવે ત્યાં સુધી નાણા વિભાગના ૧૫-૧-૨૦૧૦ના ઠરાવા દર્શાવેલ પદ્ધતિ ચુસ્તપણે અનુસરવાની રહેશે.સરકારના આ લાભ સ્થગિત કરવાના પરિપત્રને લઈને ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને ફરિયાદ કરી છે કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ૩૦૦ રજાનું રોકડમા રૃપાંતરનો લાભ આપવાનું શરૃ કરાયુ હતુ ત્યારે અચાનક સરકારના આ નવા પરિપત્રથી ૩૧ઓક્ટોબરે નિવૃત્ત થનાર ૧૫૦૦ શિક્ષકોને ૧૫૦ રજાનું નુકશાન થશે.