Get The App

નાના છૈડા ગામે યુવતી અને તેના મિત્રો પર 4 લોકોનો ધોકા વડે હુમલો

Updated: May 14th, 2026

GS TEAM

Google News
Google News
નાના છૈડા ગામે યુવતી અને તેના મિત્રો પર 4 લોકોનો ધોકા વડે હુમલો 1 - image

અગાસીમાં બેસવાની ના પાડી હોવાની શંકા રાખી

ત્રણ લોકોને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા

ભાવનગર - નાના છૈડા ગામે અગાસીમાં બેસવાની ના પાડી હોવાની શંકા રાખી બે મહિલા સહિત ચાર લોકોએ યુવતી અને તેના મિત્રને ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

બોટાદ તાલુકાના નાના છૈડા ગામે રહેતા રીટાબેન રામજીભાઈ ઝાપડીયાના પાડોશી મહાદીપ પ્રવિણભાઈ રાઠોડ અમારા પરની બાજુમાં રહેતા ભાણાભાઈ હમીરભાઈ રાઠોડના મકાનની અગાસીમાં બેસવા જતા તેઓએ અગાસીમાં બેસવાની ના પાડતા રીટાબેન ઉપર ખોટી શંકા કરી અગાસી ઉપર બેસવાની તમારા કહેવાથી ના પાડે છે. તેમ કહી રીટાબેનને ગાળો આપી જપો જપી કરવા કરવા લાગ્યા હતા. તેમજ દીપુબેન તથા હંસાબેન તથા સામંતએ આવી ગાળો આપી લાકડાના ધોકા વડે રીટાબેન અને તેના મિત્ર પ્રકાશભાઈ અને રોહિતભાઈને માર મારી ઇજા પહોંચાડી હતી. જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત ત્રણેયને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે રીટાબેને ચાર લોકો વિરૃધ્ધ પાળીયાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.