પંચમહાલ: ગોધરાના કનેલાવ પિકનિક પોઈન્ટ નજીક કૂવામાં ખાબકતાં યુવકનું મોત, ફાયર વિભાગ મૃતદેહ બહાર કાઢ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Panchmahal News: પંચમહાલ જિલ્લાના ગોધરામાંથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. ગોધરાના કનેલાવ પિકનિક પોઈન્ટ પાછળ આવેલા કૂવામાં યુવક પડી જતાં તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર ફાઈટરોએ સ્થાનિક લોકોના સહયોગથી યુવકના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યો હતો.
મળતી માહિતી મુજબ, ગોધરાના સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતો એક યુવક કોઈ કારણોસર કનેલાવ પિકનિક પોઈન્ટ પાછળ આવેલા કૂવામાં પડી ગયો હતો. આ અકસ્માતની જાણ આસપાસના લોકોને થતાં જ તેમણે તાત્કાલિક તંત્રને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ગોધરા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ સ્થાનિક લોકોના સહયોગથી યુવકના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યો હતો.
યુવકના મોતથી તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ મામલે સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.









