Get The App

સુરેન્દ્રનગરની આદર્શ નિવાસી શાળાઓમાં 7 દિવસથી ગેસનો પુરવઠો ખૂટયો

Updated: Mar 19th, 2026

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગરની આદર્શ નિવાસી શાળાઓમાં 7 દિવસથી ગેસનો પુરવઠો ખૂટયો 1 - image

ખમીસાણા પાસેની શાળાઓમાં ગેસની અછત

ગેસ સિલિન્ડરના અભાવે શાળાઓના ૧૦૦ વિદ્યાર્થીઓની રસોઇ માટે ચૂલા શરૃ કરી દેવાયા

સુરેન્દ્રનગર - મધ્ય પૂર્વના દેશોમાં યુદ્વના પગલે સુરેન્દ્વનગર જિલ્લાની ખમીશણા રોડ પર આવેલી ૩ પૈકી બે આદર્શ નિવાસી શાળામાં ગેસનો પુરવઠો જ ન હોવાનું સામે આવ્યું છે. હાલના તબક્કે ભોજન માટે ચૂલાનો ઉપયોગ કરવામાં અવાી રહ્યાં છે. જિલ્લાના અન્ય આદર્શ નિવાસી શાળામાં પણ ગેસની પુરવઠાની અછત ઉભી થઇ છે.

સુરેન્દ્રનગર જિલ્લાની આદર્શ નિવાસી શાળામાં ગેસનું સંકટ ઉભું થયું છે. જિલ્લાના ખમીશણા રોડ પર ત્રણ આદર્શ નિવાસી શાળાઓ આવેલી છે. જેમાં બે શાળામાં ગેસન ોપુરવઠો ઉપલબ્ધ નથી. સાત દિવસતી ગેસનો પુરતો પુરવઠો ન મળતા હોવાથી વિદ્યાર્થીઓ ભોજન માટે ચૂલામાં રસોઇ કરી રહ્યાં છે. તાત્કાલિક ચૂલા ઉભા કરવામાં આવ્યા છે. મહિલા આદર્શ નિવાસી શાળા પણ ચાલી રહી છે. જેમાં બંને શાળામાં સાત દિવસતી ગેસનો પુરવઠો ન હોવાથી મુશ્કેલી ઉભી થઇ છે. જેમાં ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓે ત્યાં રહીને અભ્યાસ કરી રહ્યાં છે. જેમાં રસોઇ માટે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે.

આદર્શ નિવાસી શાળામાં રસોઈ બનાવતા રસોયા ભવરસિંગે જણાવ્યું છે કે આદર્શ નિવાસી શાળામાં ૧૦૦થી વિદ્યાર્તીઓ અભ્યાસ કરે છે અને ગણતરીના સિલિન્ડરોમાં ગેસ ઉપલબ્ધ છે. છેલ્લા સાત દિવસથી ગેસ સિલિન્ડર ફાળવણી કરવામાં આવ્યા નથી હાલ ચૂલા ઉપર રસોઈ બનાવી અને બાળકો અને વિદ્યાર્થીઓને જમાડવામાં આવી રહ્યા છે ત્યારે તાત્કાલિક ગેસ સિલિન્ડરની ફાળવણી કરવામાં આવી તેવી માંગ છે.