Gujarat

ચાપડ ગામે કચરાની ગાડી પલટી, શ્રમિક ઘવાયો

By GS TEAM
15 Mar 20261 min read
ચાપડ ગામે કચરાની ગાડી પલટી, શ્રમિક ઘવાયો

શહેર નજીક ચાપડ ગામના સ્મશાન પાસે આજે વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ડોર ટુ ડોર કચરાની ગાડી પલટી ખાઈ જતાં ગાડીના ચાલકને હાથના ભાગે સામાન્ય ઈજા પહોંચી હતી, જ્યારે સાથે રહેલા એક શ્રમિકને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

મ્યુનિ. કોર્પોરેશનના વોર્ડ નંબર ૧૨ના રૂટ નંબર ૨૪૫ પ૨ ચાલતી આ કચરાની ગાડીના ચાલકે કાબૂ ગુમાવતા પલટી ખાઈ ગઈ હતી. નોંધનીય છે કે આ વાહનના આગળ અને પાછળના ભાગે નંબર પ્લેટ પણ લાગેલી ન હતી.

બનાવ અંગે વોર્ડ નંબર ૧૨ના કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ઓવર સ્પીડના કારણે ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. સાથે જ તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, મ્યુનિ. કોર્પોરેશનનું વાહન શહેરની હદની બહાર કેવી રીતે પહોંચી ગયું અથવા કોના ઈશારે આ ગાડી ચાપડ ગામ સુધી ગઈ તેની તપાસ થવી જોઈએ.