Get The App

અટલાદરામાં ગેરેજને લઈ વિવાદ વકર્યો : પાર્કિંગ મુદ્દે હુમલો, કાર-મકાનમાં તોડફોડ : ચારને ઈજા

Updated: Jun 22nd, 2026

GS TEAM

Google News
Google News
અટલાદરામાં ગેરેજને લઈ વિવાદ વકર્યો : પાર્કિંગ મુદ્દે હુમલો, કાર-મકાનમાં તોડફોડ : ચારને ઈજા 1 - image

Vadodara Crime : વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા કોઠીવાળું ફળિયામાં રહેણાંક વિસ્તારમાં ચાલતા ગેરેજને લઈને લાંબા સમયથી ચાલતો પાર્કિંગ વિવાદ ઉગ્ર બન્યો છે. ગેરેજ સંચાલક અને તેના મળતિયાઓએ કાર તથા મકાનમાં તોડફોડ કરી હુમલો કર્યો હોવાના આક્ષેપ સાથે મામલો અટલાદરા પોલીસ મથકે પહોંચ્યો છે.

સ્થાનિક રહીશ રેખાબેને જણાવ્યું હતું કે રહેણાંક વિસ્તારમાં ગેરેજ શરૂ કરાતા મોટા વાહનોની સતત અવરજવર રહે છે. વાહનોના હોર્ન અને પાર્કિંગની સમસ્યાને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ મુદ્દે અવારનવાર ગેરેજ સંચાલક સાથે તકરાર થતી રહે છે. રેખાબેનના આક્ષેપ મુજબ, ગેરેજ સંચાલક યોગેશ તેમજ અજય, ફતેસિંહ, પપ્પુ, ગોપાલ અને લાલી સહિતના લોકોએ હુમલો કરતાં ત્રણ મહિલા સહિત ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ચિરાગભાઈએ જણાવ્યું હતું કે ગઈકાલે બપોરે અચાનક ટોળું ઘસી આવ્યું હતું અને ઇકો કાર તેમજ ઘરની બારીઓના કાચ તોડી નુકસાન પહોંચાડ્યું છે. રેખાબેને પોલીસ દ્વારા એકતરફી કાર્યવાહી કરવામાં આવી રહી હોવાના આક્ષેપો સાથે અટલાદરા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા છે.