Gujarat

સુરતથી કારમાં વડોદરા આવી ઠગાઇ કરતી ગેંગના બે સાગરીત પકડાયા,3દિવસ પહેલાં બે લાખ પડાવ્યા હતા

By GS TEAM
16 Mar 20261 min read
સુરતથી કારમાં વડોદરા આવી ઠગાઇ કરતી ગેંગના બે સાગરીત પકડાયા,3દિવસ પહેલાં બે લાખ પડાવ્યા હતા

વડોદરાઃ મકરપુરાના યુનિયન બેન્કમાં આવેલા ગ્રાહકની નજર ચૂકવી રૃ.બે લાખ પડાવી ફરાર થઇ ગયેલા બે પરપ્રાંતીય લૂંટારાને પોલીસે ઝડપી પાડયા છે.જ્યારે બીજા બેની શોધખોળ કરવામાં આવી રહી છે.

માંજલપુરના શિવનગરમાં રહેતા સ્ક્રેપના વેપારી મિરાજ અલી શેખ ત્રણ દિવસ પહેલાં મકરપુરા જીઆઇડીસીમાં આવેલી યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા ખાતે આવ્યા હતા ત્યારે બે ગઠિયા તેમને વાતોમાં ફસાવીને થેલીમાંથી રૃ.બે લાખ કાઢી ફરાર થઇ ગયા હતા. વેપારીએ થેલી જોઇ તો તેમાં નોટોને બદલે કાગળો હતા.જેથી ફરિયાદ કરી હતી.

ક્રાઇમ બ્રાન્ચે આ બનાવમાં દંતેશ્વર તળાવ પાસેથી કારમાં પસાર થતા સાજીદખાન ઉર્ફે બાબુ સલિમખાન પઠાણ(કડોદરા,ભરવાડ ચાલ,ઝોલવા,પલસાણા,સુરત મૂળ યુપી) અને આયુષ દેવીપ્રસાદ મિશ્રા(શિરડી ધામ સોસાયટી,પલાસણા,સુરત મૂળ યુપી)ને ઝડપી પાડી રૃ.૮૦ હજાર અને કાગળોના બંડલ પર બાંધેલી રૃ.૫૦૦ની નોટ કબજે કરી પૂછપરછ કરતાં તેમણે મકરપુરામાં વેપારી પાસે બે લાખ પડાવ્યા હોવાની કબૂલાત કરી હતી.

બંને ગઠિયા તેમના બીજા બે સાગરીતો સાથે કારમાં સુરતથી શિકાર શોધવા આવ્યા હોવાથી બીજાની તપાસ કરવામાં આવી રહી છે.ઉપરોક્ત ટોળકીએ કાગળોના બંડલ પર અસલી નોટ મૂકી શિરડી નજીક ૧૭૦૦૦ પડાવ્યા હોવાની અનેબે મહિના પહેલાં મહારાષ્ટ્રના ચાકણ ગામે ૨૪૫૦૦ પડાવ્યા હોવાની વિગતો ખૂલી હતી.તેમણે નાાસિક,ચીખલી હાઇવે,યુપી ખાતે પણ આવી રીતે ઠગાઇ કરી હોવાની વિગતો બહાર આવી છે.