ગંભીરા બ્રિજ પર 27 દિવસથી ફસાયેલી ટેન્કરને સુરક્ષિત બહાર કઢાઈ, એર લિફ્ટિંગ રોલર બેગની લેવાઈ મદદ
Gambhira Bridge: વડોદરા જિલ્લાના પાદરા પાસે આવેલા ગંભીરા બ્રિજ પર છેલ્લા 27 દિવસથી લટકતી ટેન્કરને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયું છે. આ પડકારજનક ઓપરેશન સ્થાનિક તંત્ર સાથે સિંગાપોરથી ખાસ ત્રણ એન્જિનિયર અને મરીન ઈમરજન્સી ટીમે સંયુક્ત રીતે પાર પાડ્યું છે. 2 એર લિફ્ટિંગ રોલર બેગની મદદથી ટેન્કરને પુલ પર બહાર કઢાયું છે. મળતી માહિતી અનુસાર, આ કામ પોરબંદરની કંપની મરીન ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર કરાયું છે.
ગંભીરા બ્રિજ પર ફસાયેલી ટેન્કરને બ્રિજ પરથી બહાર કાઢવા માટે અત્યાધુનિક ટેક્નોલૉજીનો ઉપયોગ કરાયો છે. પોરબંદરની વિશ્વકર્મા કંપનીના મરીન્સ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા ઓપરેશન હાથ ધરાયું હતું. ગત 2 દિવસથી કંપનીના 50થી વધુ કર્મચારીઓ ટેન્કરને બહાર કાઢવા માટે અલગ અલગ રીતે પ્લાન તૈયાર કરી રહ્યા હતા.
એર લિફ્ટિંગ રોલર બેગ અગાઉ એર બલૂનથી ટેન્કર ઉતારવાનો નિર્ણય કરાયો હતો. એર લિફ્ટિંગ રોલર બેગની 2 કેપ્સુલની મદદથી ટેન્કરને ઊંચું કરી દોરડાથી બ્રિજ પર ખેંચાયું હતું. જો કે, તેમાં ખર્ચ અને જોખમ વધુ હોવાથી કંપનીના નિષ્ણાંત એન્જિનિયરો દ્વારા દરિયામાં મોટા જહાજ સહિત સાધનોને બહાર કાઢવા માટે વપરાતાં આધુનિક સાધનોની મદદથી એર લિફ્ટિંગ રોલર બેગનો ઉપયોગ કરીને મોટી ક્રેઇનની મદદથી ટેન્કર બહાર કાઢવાનું નક્કી કરાયું હતું.
આ પણ વાંચો: ખેતરમાં ઝટકા મશીનનો કરંટ લાગતા GRD જવાન સહિત બેના મોત, ભરૂચના ગુંદિયા ગામની ઘટના