Get The App

સ્ક્રેપના વેપારીની નજર ચૂકવીને રૂ.2,00,000 રોકડા લઈ જતા ગઠીયાઓ ફરાર

Updated: Mar 14th, 2026

GS TEAM

Google News
Google News
સ્ક્રેપના વેપારીની નજર ચૂકવીને રૂ.2,00,000 રોકડા લઈ જતા ગઠીયાઓ ફરાર 1 - image

Vadodara : વડોદરામાં સ્ક્રેપનો વેપાર કરતાં મિરાજ અલી ઈદરીસઅલી શેખ (રહે-શિવનગર સાગર સ્ટુડિયોની સામે, માંજલપુર) માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારા ભાઈ ઇમરાનને પૈસા મોકલવાના હોવાથી હું ઘરેથી રૂ.1,00,000 રોકડા લઈને તરસાલી રોડ પર આવેલી પંજાબ નેશનલ બેંક અને એચડીએફસી બેન્કમાં બીજા રૂપિયા ઉપાડવા માટે ગયો હતો.

ત્યારબાદ મકરપુરા જીઆઇડીસીમાં આવેલી યુનિયન બેન્ક ઇન્ડિયા ખાતે પૈસા ભરવા માટે હું સ્લિપ ભરતો હતો તે દરમિયાન બે વ્યક્તિઓ મારી પાસે આવીને કહ્યું હતું કે અમારી પાસે પૈસા નથી અને અમને જમવાનું ક્યાં મળશે એ પણ ખબર નથી તો અમારી મદદ કરો...રમજાન મહિનાના રોજા ચાલતા હોવાથી હું તેઓને નાસ્તો કરવા માટે બેન્કની બહાર નીકળ્યો હતો. તેઓ પણ મારી સાથે આવ્યા હતા. 

અમે ચાલતા જતા હતા તે દરમિયાન બીજા વ્યક્તિએ કહ્યું કે મને પણ પૈસા જમા કરાવવાના છે પરંતુ પ્રોસિજર મને આવડતી નથી તું જમા કરાવી આપીશ? આ સાથે જ ખિસ્સામાંથી રૂમાલમાં બાંધેલા પૈસાનું બંડલ કાઢ્યું હતું અને મારી થેલીમાં મૂકી દીધું હતું જેમાં બે લાખ રૂપિયા રોકડા હતા. મારે નમાજ પઢવા જવાનું મોડું થતું હોય અને તેઓને ઉતાવળ કરવાનું કહેતા તેઓએ જણાવ્યું કે અમે જાતે પૈસા જમા કરાવી દઈશું. તેઓએ થેલીમાંથી તેઓનું બંડલ કાઢવાની જગ્યાએ મારું બંડલ કાઢી લીધું હતું અને ચાલવા લાગ્યા હતા. થોડીવાર પછી મેં જોયું તો તેઓના રૂમાલ વીંટાળેલા બંડલમાં કોરા કાગળ હતા.