Gujarat

અમદાવાદ: મોબાઈલની પોર્ટેબિલિટી કરાવવાને બહાને 36 હજારની છેતરપિંડી

By GS Team
16 Jul 20201 min read
This article was originally published on 16 Jul 2020
અમદાવાદ: મોબાઈલની પોર્ટેબિલિટી કરાવવાને બહાને 36 હજારની છેતરપિંડી

અમદાવાદ, તા.16 જુલાઇ 2020, ગુરૂવાર

ચાંદલોડિયામાં રહેતા બ્રિજેશ પંચાલની બહેન આનલ બેનને કોઈ અજાણી વ્યક્તિએ ફોન કરીને પોતે આઈડિયા કસ્ટમર કેરમાથી વાત કરે છે અને તમારે આઇડિયા સીમ કાર્ડ અને જીઓ સિમ કાર્ડમા ટ્રાન્સફર કરવા વેરિફિકેશન માટે ફોન કર્યો છે, તેમ જણાવ્યું હતું. તમારું કાર્ડ એક્ટિવ થઈ ગયું છે અને સીમકાર્ડમા એક રૂપિયાનું બેલેન્સ કરવું પડશે એમ જણાવ્યું હતું. 

આથી આનલ બહેને તેમના ભાઈ બ્રિજેશભાઈને વાત કરી હતી. બ્રિજેશભાઈએ ગૂગલ પે મારફતે એક રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. ટ્રાન્સેક્શન ફેલ જતા તેમણે ફોન કરનારને વાત કરતા તેણે ક્વીક સપોર્ટ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ટ્રાન્ઝેક્શન કરવા કહ્યું હતું. બ્રિજેશભાઇએ એપ્લિકેશન ડાઉનલોડ કરી ટ્રાન્જેક્શન કરતા તે પણ ફેલ ગયું હતું. 

આ દરમિયાન તેમના ખાતામાંથી કુલ રૂપિયા 36, 399 ડેબિટ થઈ ગયા હતા. જેને પગલે તમે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો હતો.