Get The App

સદનસીબે મોટી દુર્ઘટના ટળી, AMTS ની પેસેન્જર લેવા ઉભેલી બસમાં શોટ સરકીટથી આગ લાગી

બાવળા જતી બસમાં જૈન મર્ચન્ટ બસ સ્ટેન્ડ પાસે આગ લાગતા પેસેન્જરોને ઉતારી દેવાયા

Updated: Mar 14th, 2026

GS TEAM

Google News
Google News
સદનસીબે મોટી દુર્ઘટના ટળી, AMTS ની પેસેન્જર લેવા ઉભેલી બસમાં શોટ સરકીટથી આગ લાગી 1 - image

     

  અમદાવાદ,શુક્રવાર,13 માર્ચ,2026

અમદાવાદના પાલડી વિસ્તારમાં જૈન મર્ચન્ટ બસ સ્ટેન્ડ પાસે શુક્રવારે સવારે ૮ કલાકના સુમારે પેસેન્જર લેવા ઉભેલી એ.એમ.ટી.એસ.ની બસ ઉભી રહી તે સમયે બસના એન્જીનમાંથી અચાનક ધુમાડો નીકળતા ડ્રાઈવરે સમયસુચકતા વાપરી બસને બાજુમા ઉભી રાખી પેસેન્જરોને નીચે ઉતારી દીધા હતા.આગની ઘટનામા બસના રુફ સિલીંગ ઉપરાંત આગળની ચાર સીટ બળીને ખાખ થઈ ગઈ હતી.

મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની રુટ નંબર ૩૫ લાલ દરવાજાથી બાવળા તરફ જતી હતી. એ સમયે જૈન મર્ચન્ટ બસ સ્ટેન્ડ ખાતે બસ પહોંચતા  આગ લાગતા ફાયર વિભાગને જાણ કરવામા આવી હતી.ટ્રાન્સપોર્ટ મેનેજર પાંડેના કહેવા પ્રમાણે, બસમા એ સમયે માત્ર પાંચ મુસાફરો હતા.જેમને સલામત રીતે નીચે ઉતારી દેવામા આવ્યા હતા.ડ્રાઈવરે સમય સુચકતા વાપરીને ઈગ્નિશન સ્વીચ અને મેઈન સ્વીચ બંધ કરી હતી પરંતુ એ દરમિયાનમા બસમાં આગ લાગી હતી.ફાયર એક્સ્ટીંગ્યુશરની મદદથી આગ હોલવવા પ્રયાસ કરવામા આવ્યો હતો.પાછળ આવતી બસમાંથી પણ ફાયર એક્સ્ટિંગ્યુશરની મદદથી આગ બુઝાવવા મદદ લેવાઈ હતી.ફાયર વિભાગે આગ હોલવી હતી.જો કે કોઈને ઈજા કે જાનહાની થવા પામી નહોતી.