For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચાર-પાંચ ડીસેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે એ.એમ.ટી.એસ.ની ચારસો બસ ફળવાશે,મુસાફરો અન્ય વિકલ્પ શોધે

મ્યુનિ.સ્કૂલબોર્ડ હસ્તકની તમામ શાળામાં મતદાન મથક,પોલીસ ઉતારાની સગવડ કરાશે

Updated: Nov 23rd, 2022

   Article Content Image

    અમદાવાદ,બુધવાર, 23 નવેમ્બર,2022

અમદાવાદમા પાંચ ડીસેમ્બરે વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાવાનુ છે.ચાર અને પાંચ ડીસેમ્બરે એ.એમ.ટી.એસ.ની ચારસો જેટલી બસ વિધાનસભા ચૂંટણી માટે ઈ.વી.એમ. સહિતની અન્ય સામગ્રી મતદાન મથક સુધી પહોંચાડવાની કામગીરી કરાશે.આ બે દિવસ માટે શહેરીજનોએ એ.એમ.ટી.એસ.ની અવેજીમા મુસાફરી માટે અન્ય વિકલ્પ શોધવો પડશે.મ્યુનિ.સ્કૂલ બોર્ડની તમામ ૪૫૯ શાળામા મતદાન મથક અને પોલીસ કર્મચારીઓના ઉતારાની સગવડ કરાશે.

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટની શહેરના સાત ઝોનમા અંદાજે ૬૦૦ થી વધુ બસ ઓનરોડ દોડાવવામા આવી રહી છે.આ પૈકીની ચારસો બસ વિધાનસભા ચૂંટણીની કામગીરી માટે આગામી ચાર તથા પાંચ ડીસેમ્બરના રોજ ફાળવવામા આવનાર છે.આ સ્થિતિમા એ.એમ.ટી.એસ.ની બસના મુસાફરોને બે દિવસ માટે બી.આર.ટી.એસ.ઉપરાંત મેટ્રો ટ્રેન સહિતના અન્ય વિકલ્પની પસંદગી કરવી પડશે.

શહેરના સાત ઝોનમા અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ હસ્તકની ૪૫૯ જેટલી શાળાઓ આવેલી છે.આ શાળાઓમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા તમામ ૪૧૦૦ શિક્ષકોને ચૂંટણી કામગીરીની ફરજ સોંપવામા આવી છે.વિવિધ વિસ્તારમા આવેલી ૪૫૯ શાળાઓ પૈકી ૭૭ જેટલી શાળામા સ્થાનિક પોલીસ ઉપરાંત એસ.આર.પી અને સી.આર.પી.એફ સહિતના ચૂંટણી સંદર્ભમા ફરજ બજાવવા આવનારા જવાનોના રહેવાની સગવડ માટે ફાળવવામા આવશે.ઉપરાંત મ્યુનિસિપલ શાળાઓમા મતદાન કેન્દ્ર પણ ઉભા કરવામા આવશે.

Gujarat