Get The App

વડસર રેલવે ટ્રેક પાસે કચરામાં આગ લાગતાં તંત્ર દોડતું થયું,આગ વખતે જ ઓઇલ ટેન્કની ટ્રેન પસાર થઇ

Updated: Feb 5th, 2026

GS TEAM

Google News
Google News
વડસર રેલવે ટ્રેક પાસે કચરામાં આગ લાગતાં તંત્ર દોડતું થયું,આગ વખતે જ ઓઇલ ટેન્કની ટ્રેન પસાર થઇ 1 - image

વડોદરાઃ શહેરના વડસર વિસ્તારમાં બ્રિજ પાસેથી પસાર થતી રેલવે લાઇનની નજીકમાં આજે બપોરે કચરામાં કોઇ કારણસર આગ લાગી હતી.

આગ કરતાં તેના ધુમાડા વધુ હતા અને તેને કારણ લોકોમાં ગભરાટ ફેલાયો હતો.રેલવેના કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા અને વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરતાં અડધો કલાકના ગાળામાં આગ કાબૂમાં લઇ લેવામાં આવી હતી.અહીંથી ટ્રેનો વારંવાર પસાર થતી હોવાથી મોટી દુર્ઘટના થતાં અટકાવાઇ હતી.

આ જ વખતે અહીંથી ઓઇલ ટેન્કવાળી ટ્રેન પસાર થઇ હતી.પરંતુ ફાયર બ્રિગેડ હાજર હોવાથી જોખમ ટળ્યું હતું.