Get The App

હોમિયોપેથિક હોસ્પિટલના રેકર્ડ રૃમમાં આગ ભભૂકતા અફરાતફરી

Updated: Nov 22nd, 2025

GS TEAM

Google News
Google News
હોમિયોપેથિક હોસ્પિટલના રેકર્ડ રૃમમાં આગ ભભૂકતા અફરાતફરી 1 - image

ગાંધીનગર, મહુડી તિર્થ હાઇવે પર આવેલી

ફાયર એક્સ્ટીંગ્યુઝર એક્સપાયર થયેલા હતાંઃરેકર્ડ રૃમમાં વીજળીનું જોડાણ નહીં હોવાથી આગનું કારણ અકળ રહ્યું

ગાંધીનગર :  ગાંધીનગરથી મહુડી તિર્થ જતાં રોડ પર આવેલી હોમિયોપેથીક હોસ્પિટલના રેકર્ડ રૃમમાં આગ લાગવાના પગલે દોડધામ મચી ગઇ હતી. સ્થળ પર પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે આગ બુઝાવી ત્યાં સુધીમાં સંખ્યાબંધ ફાઇલો સહિતનું રેકર્ડ, કોમ્પ્યુટર અને ફનચર સળગી ગયા હતાં. ફાયર બ્રિગેડે જણાવ્યું, કે અહીં ફાયર એક્સ્ટીંગ્યુઝર એક્સપાયર થયેલા હતાં. સાથે રેકર્ડ રૃમમાં વીજળીનું જોડાણ નહીં હોવાથી આગનું કારણ અકળ રહ્યું છે.

સ્વ જશુબેન ભગવાનભાઇ ગોહિલ હોમિયોપેથીક હોસ્પિટલની ઇમારતમાં આવેલા સિનિયર મેડિકલ ઓફિસરના રેકર્ડ રૃમમાં કોઇ કારણસર આગ લાગવાનો બનાવ બનતા જાણ કરવામાં આવ્યાના પગલે ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી જઇને આગ ઓલવવાની કામગીરી કરી હતી. દરમિયાન ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગનું કારણ જાણવા માટે તપાસ કરવામાં આવી ત્યારે અહીં રાખવામાં આવેલા અગ્નિશામક ફાયર એક્સ્ટીંગ્યુઝર એક્સપાયર થયેલા જોવા મળ્યા હતાં. આ ઉપરાંત આગ બુઝાવવા માટેની અ્ન્ય કોઇ વ્યવસ્થા પણ જોવામાં આવી ન હતી. સબ ફાયર ઓફિસર નરેશભાઇ પટેલના જણાવવા પ્રમાણે રેકર્ડ રૃમ બહારથી બંધ હતો અને તેમાં વીજળીનું જોડાણ પણ ન હતું. પરિણામે આગ કેવી રીતે લાગી તેનું કોઇ ચોક્કસ કારણ મળ્યુ ન હતું.