Gujarat
બિગ બ્રેકિંગઃ જમાલપુર ચાર રસ્તા પાસે પેટ્રોલ પંપમાં ભીષણ આગ
By GS Team
15 Feb 20221 min read
This article was originally published on 15 Feb 2022

અમદાવાદ, તા. 15 ફેબ્રુઆરી 2022, મંગળવાર
શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપમાં આગ લાગી છે. આગના પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
આ બનાવની મળતી વિગત અનુસાર શહેરના જમાલપુર ચાર રસ્તા પાસે શીફા હોસ્પિટલની બાજુમાં આવેલા પેટ્રોલ પંપ પર મોડી સાંજના નવ વાગ્યેની આસપાસ ધડાકાભેર આગ ફાટી નિકળી હતી. ધડાકાનો આ અવાજ એક કિ.મી. સુધી સંભળાયો હતો. વાહનોથી ધમધમતા વિસ્તારમાં આગને પગલે વિસ્તારમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. આગને પગલે રસ્તા પર ટ્રાફિકજામ થઇ ગયો છે. હાલ આગ ક્યાં કારણોસર લાગી છે તે જાણી શકાયું નથી.




