Get The App

મહિલાક્રિકેટ ટૂર્નામેન્ટ માં વુમેન્સ ખેલાડીઓ વચ્ચે મારામારી

જીતની ખુશીમાં સામેની ટીમનો હુરિયો બોલાવતા મામલો બિચક્યો

Updated: Nov 24th, 2025

GS TEAM

Google News
Google News
મહિલાક્રિકેટ ટૂર્નામેન્ટ માં વુમેન્સ ખેલાડીઓ વચ્ચે મારામારી 1 - image

શહેરના નિઝામપુરા મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડમાં આયોજિત મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેલાડીઓ વચ્ચે મારામારી થઈ હતી.

વોર્ડ નં. ૩ના કાઉન્સિલર રૂપલ મહેતાના આયોજન હેઠળ તા.૨૨ અને ૨૩ દરમિયાન યોજાયેલીગ્રી શક્તિક્રિકેટ લીગમાં ૧૨ વુમેન્સ ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટના અંતર્ગત ગઈકાલે રાત્રે અંડર-૧૫ ખેલાડીઓ વચ્ચે રમાયેલી મેચ દરમ્યાન જીતની ખુશીમાં ટીમના સમર્થકો એ હારતરફ ધકેલાતી ટીમનો હુરિયો બોલાવતાં પ્રતાપગંજની શંકર ચાલની ટીમ અને અક્ષરચોક વિસ્તારની ટીમ વચ્ચતણાવ સર્જાયો હતો. હારેલી ટીમના સમર્થકો ચીચિયારા પાડતા મારામારી સુધી વાત પહોંચી હતી. બંને પક્ષના મહિલા ખેલાડીઓ એ કબીજાના ચોટલા ખેંચી રહ્યા હતા, જ્યારે બે મહીલ ા હાથ માં દંડા સાથે મેદાનમાં દોડી આવી હતી. મેદાનમાં અચાનક હંગામાને કારણે આસ પાસના રહીશો દોડી આવ્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.