Get The App

બનાસકાંઠામાં ઓનર કિલિંગ: લિવ-ઈનમાં રહેતી પુત્રીની પિતા-કાકાએ હત્યા કરી રાતોરાત અગ્નિસંસ્કાર કરી નાખ્યા

Updated: Aug 7th, 2025

GS TEAM

Google News
Google News
બનાસકાંઠામાં ઓનર કિલિંગ: લિવ-ઈનમાં રહેતી પુત્રીની પિતા-કાકાએ હત્યા કરી રાતોરાત અગ્નિસંસ્કાર કરી નાખ્યા 1 - image


Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના દાંતિયા ગામે ઓનર કિલિંગની ઘટના સામે આવી છે. જેમાં લિવ-ઈનમાં રહેતી પુત્રીના પ્રેમ સંબંધથી નારાજ પિતા અને કાકાએ મળીને સાંજના ભોજનામાં ઊંઘની ગોળીઓ ભેળવીને તેની હત્યા કરી હતી. ત્યારબાદ મૃતદેહને ઓરડીમાં લટકાવીને આ હત્યાને આપઘાતમાં ખપાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઉપરાંત પુરાવા નાશ કરવા માટે રાતોરાત અગ્નિસંસ્કાર પણ કરી નાખ્યા હતા. આ મામલે યુવતીના પ્રેમીની કરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જાણો શું છે સમગ્ર ઘટનાક્રમ

થરાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, દાંતિયા ગામના સેંધા ચૌધરીની પુત્રી ચંદ્રિકા પાલનપુરમાં હોસ્ટેલમાં રહીને નીટની પરીક્ષાની તૈયારી કરતી હતી. આ દરમિયાન ચંદ્રિકા થરાદ તાલુકના વડગામડા ગામના હરેશ ચૌધરી નામના યુવકની સાથે સંપર્કમાં આવતા મિત્રતા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. જો કે, ચંદ્રિકાને તેના પરિવારે ભણવાની જ ના પાડી દીધી હતી. જેથી ચંદ્રિકાએ આ વાત સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમી હરેશને જણાવી હતી કે, 'મારા પરિવારના લોકો મને ભણવાની ના પાડે છે અને આપણા પ્રેમ સંબંધની વાતની જો પરિવારજનોને ખ્યાલ આવશે તો બળજબરીથી મારા લગ્ન કરાવી દેશે, જેથી તું મને અહીંથી લઈ જા'

ચોથી જૂન 2025ના રોજ હરેશ ચૌધરી પ્રેમિકા ચંદ્રિકાને લઈને અમદાવાદમાં બંનેએ રાજીખુશીથી મૈત્રી કરાર કર્યા હતા. ત્યારબાદ બંને ફરવા માટે મધ્ય પ્રદેશ અને બાદમાં રાજસ્થાન ગયા હતા. બીજી તરફ ચંદ્રિકાના પરિવારજનોએ તેના ગુમ થયાની અરજી થરાદ પોલીસ સ્ટેશનમાં આપતા થરાદ પોલીસ બંનેની શોધખોળ હાથ ધરી હતી. બંને રાજસ્થાનના ભાલેસરથી મળી આવતા પોલીસ બંનેને લઈને થરાદ આવી ચંદ્રિકાને તેના પરિવારને સોંપી હતી અને હરેશની અન્ય ગુનામાં અટકયત કરી હતી. ત્યાર બાદ સગા પિતાએ અને કાકાએ મળી ચંદ્રિકાને દૂધમાં ઊંઘની ગોળીઓ ખવડાવી બેભાન કરીને દુપટ્ટા પડે ગળેટુંપો દઈ હત્યા કરી હતી. ત્યાર બાદ આ હત્યાને આપઘાતમાં ખપાવવા માટે રાતોરાત અગ્નિસંસ્કાર કરી દીધા હતા. આ મામલે યુવતીના પ્રેમીને શંકા જતા ફરિયાદ નોંધાવતા થરાદ પોલીસે ચંદ્રિકાના પિતા સેંધા ચૌધરી અને કાકા શિવરામ ચૌધરી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: ...તો આ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં બેસવા નહીં દેવાય: તમામ શાળાઓને CBSEનો નિર્દેશ

તપાસમાં ઘટના પહેલાની ચંદ્રિકાની હરેશ સાથેની ચેટ સામે આવી

પોલીસે યુવતીના પ્રેમી હરેશની અન્ય ગુનામાં ધરપકડ કરી હતી. જે બાદ હરેશના 21 જૂનના રોજ જામીન મંજૂર થતા જેલ બહાર આવ્યો હતો. બહાર આવતા હરેશે પોતાનું ઈન્ટાગ્રામ આઈડી લોગઈન કરતા તેમાં ચંદ્રિકાના અનેક મેસેજ અને કોલ હતા. જેમાં ચંદ્રિકાએ હરેશને લખ્યું હતું કે, 'પોલીસવાળાઓએ મારી સાથે દગો કર્યો છે, તું આવીને મને લઈ જા નહીંતર મારો પરિવાર મારા બળજબરીથી લગ્ન કરાવી દેશે, જો હું લગ્ન નહીં કરું તો મારા પરિવારવાળા મને મારી નાખશે, તું મને બચાવી લે પ્લીઝ'

હરેશે હાઈકોર્ટમાં હેબિયર્સ કોપર્સ દાખલ કરી હતી

હરેશે પોતાની પ્રેમિકાના આવા મેસેજ વાંચતા 23 જૂન 2024ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં હેબિયર્સ કોપર્સ દાખલ કરી હતી. જેથી હાઈકોર્ટે ચંદ્રિકાને 27મી જૂનના રોજ કોર્ટમાં હાજર કરવા માટે થરાદ પોલીસને જાણ કરી હતી. પરંતુ ચંદ્રિકા હાઈકોર્ટમાં હાજર થાય એ પહેલાં જ 24 જૂન 2025ના રોજ રાત્રિના ચંદ્રિકાના પિતા અને તેના કાકાએ તેની હત્યા કરી નાખી હતી.

પિતા અને કાકાએ દીકરી ફરીવાર ભાગી ન જાય તે માટે હત્યા કરવાનું કાવતરું કર્યું!

હરેશ ચૌધરીએ ચંદ્રિકાની હત્યા કરવામાં આવી છે તેવા આક્ષેપ સાથે થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિવાદ નોંધાવી હતી. જે કરિયાદમાં નોંધાવ્યા અનુસાર,  દાંતિયા ગામના યુવતીના વિતા સેંધા ચૌધરી અને કાકા શિવરામ ચૌધરીએ પોતાની પુત્રી ફરી હરેશ ચૌધરી ઉપાડી ન જાય તેના માટે કાયમી નિકાલ લાવવા માટે તેને મોતને ઘાટને ઉતારવાનું નક્કી કર્યું હતું અને તેને દૂધમાં ઊંઘની ગોળીઓ આપીને ગળેટુંપો આપી મારી નાખવામાં આવી છે.

આ પણ વાંચો: સુરતમાં વૃક્ષારોપણ નહીં વૃક્ષ કાપવાની સ્પર્ધા!, સપ્તાહમાં બીજું મોટું વૃક્ષ SMCએ કાપી નાખ્યું

પીએમ કરાવ્યા વગર જ અગ્નિસંસ્કાર કરી નાખ્યા

વડગામડાના હરેશ ચૌધરીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, 25 જૂન 2025ના સવારના 7:00 વાગ્યાના સુમારે ચંદ્રિકાનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે પરિવારોએ ચંદ્રિકાના મૃતદેહનું કોઈ પોસ્ટમોર્ટમ તથા કોઈપણ પ્રકારની પોલીસને જાણ કર્યા વગર જ સવારે 6 વાગ્યાની આસપાસ અગ્નિસંસ્કાર કરીને હત્યાના પુરાવાનો નાસ કર્યો હતો.

થરાદના બસ સ્ટેશનમાં પહેલી મુલાકાત પ્રેમ સંબંધ સુધી પહોંચી

હરેશ અને ચંદ્રિકાની પ્રથમ મુલાકાત ફેબ્રુઆરી 2025માં થરાદ બસ સ્ટેશનમાં થઈ હતી. જે બાદ બંને ઈન્ટાગ્રામ અને વોટ્સએપમાં ચેટ કરતા હતા. ત્યાર બાદ એકબીજાનો ફોન નંબર આપી અને વાતચીત ચાલુ કરી પછી હતી અને માઉન્ટ આબુ, બાલારામ ફરવા માટે ગયા હતા અને અવારનવાર મળતા હતા. આ છ મહિનાના સમયગાળામાં તેમની પહેલી મુલાકાત પ્રેમ સંબંધ સુધી પહોંચી હતી

હરેશે ચંદ્રિકા સાથે મિરઝાપુરની કોર્ટમાં મૈત્રી કરાર કર્યો હતો

થરાદના વડગામડા ગામના હરેશ ચૌધરીએ દાંતિયા ગામની ચંદ્રિકા સાથે રાજી ખુશીની એકબીજાની મરજીથી અમદાવાદની મીરઝાપુરની કોર્ટમાં મૈત્રી કરાર કર્યો હતો. ત્યાર બાદ બંને ઉજ્જૈન, ગ્વાલિયર, જયપુર, ખાટુ શ્યામ સહિતના સ્થળોએ આઠ દિવસ ફરવા માટે ગયા હતા.

Tags :