Gujarat

જમાઈને સમજાવવા ગયેલા સસરા, કાકા સસરા અને સાળા પર હુમલો

By GS TEAM
18 Apr 20261 min read
TukuTouch Logo
જમાઈએ પણ સસરા, કાકા સસરા અને સાળા વિરુદ્ધ હુમલાની ફરિયાદ નોંધાવી

Summarized by AI; it may make mistakes. Check important info

જમાઈને સમજાવવા ગયેલા સસરા, કાકા સસરા અને સાળા પર હુમલો

Vadodara Crime : વડોદરાના હુજરત ટેકરા એસઆરપી પોઇન્ટની પાછળ રહેતા તમન્નાબેન સમદમીય શેખે સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારા પતિ કાર એસેસરીઝના ગેરેજમાં કામ કરે છે. મારા પતિ છેલ્લા કેટલાક સમયથી મારી સાથે ઝઘડો કરે હેરાન કરતા હોય ગઈકાલે રાત્રે મેં મારા પિતા જહીર અબ્બાસભાઈ શેખને ફોન કરીને જાણ કરી હતી. જેથી મારા પિતા તથા મારો નાનો ભાઈ અને મારા કાકા મારા ઘરે આવ્યા હતા અને મારા પત્ની સમજાવી હતી. તે દરમિયાન મારા પતિ એકદમ ઉશ્કેરાઈ હાથમાં પથ્થર લઈને છુટા મારવા લાગ્યા હતા. જેમાં મારા પિતાને આંખ અને ગાલ પર તેમજ મારા નાના ભાઈને ડાબી આંખ પર ઈજા થઈ હતી. મેં બૂમાબૂમ કરતા લોકો ભેગા થઈ ગયા હતા અને મારો પતિ ત્યાંથી ભાગી ગયો હતો.

 જ્યારે બીજી તરફ પતિ સમદ મિયા નસીરમીયા શીખે વળતી ફરિયાદ સસરા, કાકા સસરા તથા સાળા વિરુદ્ધ નોંધાવી જણાવ્યું છે કે, ગઈકાલે સવારે મારી પત્ની સાથે ઘરકામ બાબતે બોલાચાલી થઈ હતી જે અંગે મારી પત્નીએ મારા સસરાને રાત્રે જાણ કરતા મારા સસરા, કાકા સસરા અને સાળો ત્રણેય આવી ગયા હતા અને મને ગાળો બોલી માથામાં લાકડાનો ફટકો મારી દીધો હતો.