Get The App

જેસીબી અડફેટે બાવળાના લગદાણા ગામના પિતા-પુત્રને ગંભીર ઇજા

Updated: Mar 1st, 2026

GS TEAM

Google News
Google News
જેસીબી અડફેટે બાવળાના લગદાણા ગામના પિતા-પુત્રને ગંભીર ઇજા 1 - image

વિરમગામના અણીયારી-નળસરોવર રોડ પર

બંનેને અમદાવાદની હોસ્પિટલ ખસેડાયા ઃ જેસીબીના ચાલક સામે પોલીસ ફરિયાદ

વિરમગામવિરમગામ તાલુકાના અણીયારીથી નળસરોવર જવાના રોડ ઉપર જેસીબીના ચાલકે પુરઝડપે  અને ગફલત ભરી હકારી બાઇક સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા.

વિરમગામ તાલુકાના અણીયારીથી નળસરોવર જવાના રોડ ઉપર જેસીબીના ચાલકે પુરઝડપે અને ગફલત ભરી હકારી બાઇક સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં બોઘાભાઈ ઉર્ફે બળદેવભાઈ કરમશીભાઈ પટેલ (રહે. લગદાણા, તા.બાવળા)ના ભાઇ વાડીલાલ પટેલ અને ભત્રીજા સંદીપ પટેલને પેટના અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને ૧૦૮ મારફત બાવળા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદના બોપલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે બોઘાભાઇએ જીસીબીના ચાલક સામે નળસરોવર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.